મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 6 મેથી 10 મે સુધી કેવું રહેશે શેરબજાર, કયા-કયા સેક્ટરમાં જોવા મળશે મંદી-તેજી

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવ

Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 6 મેથી  10 મે સુધી કેવું રહેશે શેરબજાર, કયા-કયા સેક્ટરમાં જોવા મળશે મંદી-તેજી

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 6 મે સોમવારથી 10 મે શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :

સોમવાર, તા 06-05-2024, રેવતિ નક્ષત્ર, મીન રાશિ

બજારના ઉદીત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા, વગેરેના આધારે જ્યોતિષીય ગણતરીની સંભાવના તેજી તરફી રહેશે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. એક્સપોર્ટ, એજ્યુકેશન, કન્સલ્ટન્સી અને બેન્ક સેક્ટરના શેરો પ્રભાવિત થશે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, ધાણા, જીરા, એલચી અને મેન્થા પ્રભાવિત થવાની શક્યતા છે. 

મંગળવાર, તા. 7-5-2024, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફીમાહોલ રહેશે. બજાર સમય બે થી ત્રણ દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, એગ્રો, માઇન, વેહિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર અને નિકલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં તલ, મગફળી, સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા. 8-5-2024, ભરણી નક્ષત્ર, મેષ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી માહોોલ રહેવાની શક્યતા  છે. બજાર સમય 12 થી 1 3દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, હોટેલ, ફિલ્મ, એન્ટરટઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં કોપર,  ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, ધાણા, જીરા, જીરા, એલચી, જવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

ગુરૂવાર, તા. 9-5-2024, કૃતિકા નક્ષત્ર,  વૃષભ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી   તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2  દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી  કંપનીઓના શેરો  પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ,અને સિલ્વરમાં ઉથલપાથલ રહેશે. એગ્રી કોમોડિટીમાં મકાઇ,સરસવ, ઙળદરઅને સોયાબીન   પ્રભાવિત થવાની શક્યતા છે. 

શુક્રવાર, તા. 10 -5-2024, રોહિણી નક્ષત્ર, વૃશ્ભ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ફાર્મા હોટેલ, ફિલ્મ ઉદ્યોગના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને કોપર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, તલ, સરસવ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

આ સમાચાર શેર કરો