Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 29 એપ્રિલથી 3 મે સુધી કેવું રહેશે શેરબજાર, ક્યાં સેક્ટરમાં જોવા મળશે તેજી
ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેર

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 29 એપ્રિલ સોમવારથી 2જી મે શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
સોમવાર, તા. 29-4-2024, પૂ. ષા. નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, ફૂડ, એફએમસીજી ડેરી, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, જવ, સોયાબીન અને મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 30-04-2024, ઉ,ષા, નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદીત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા, વગેરેના આધારે જ્યોતિષીય ગણતરીની સંભાવના તેજી તરફી રહેશે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. ગવર્નમેન્ટ, પી.એસ,યુ, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેક્ટરના શેરો પ્રરભાવિત થવાની શક્યતા છે. મેટલમાં ગોલ્ડ, નિકલ, અને સિલ્વર થવાની સંભાવના છે. એગ્રી કોમોડિટીમાં સોયાબીન, હળદર, ગુવાર ગમ અનેગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.
બુધવાર, તા. 01-05-2024, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ.
બજારના ઉદીત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા, વગેરેના આધારે જ્યોતિષીય ગણતરીની સંભાવના મંદી તરફી રહેશે, બજાર સમય 12થી 01 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં સિલ્વર અને ગોલ્ડ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, જવ, જીરા અને ધાણા પ્રભાવિત થવાની સંભાવના છે.
ગુરુવાર, તા. 02-05-2024, ઘનિષ્ઠા નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદીત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા, વગેરેના આધારે જ્યોતિષીય ગણતરીની સંભાવનામંદી તરફી રહેશે, બજાર સમય એકથી બે વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, ફુડ, ફાર્મા, સેક્ટટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ,, સિલ્વર, કોપર, નિકલ અને ઝીંક પ્રભાવિત થવાની શક્યતા છે. એગ્રી કોમોડિટીમાં મરચાં, ગુવાર ગમ, ગુવાર સીડ, સરસવ પ્રભાવિત થવાનો અંદાજ છે.
શુક્રવાર, તા. 03-05-2024, શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદીત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા, વગેરેના આધારે જ્યોતિષીય ગણતરીની સંભાવના તેજી તરફી રહેશે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. ફાર્મા, હોટેલ, ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રરભાવિત થવાાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, તલ, ચણા, કપાસ અને મરી પ્રભાવિત થવાની ધારણા છે.








