મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 13 મેથી 17 મે સુધી કેવું રહેશે શેરબજાર, કયા-કયા સેક્ટરમાં જોવા મળશે મંદી-તેજી

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધ

Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 13 મેથી  17 મે સુધી કેવું રહેશે શેરબજાર, કયા-કયા સેક્ટરમાં જોવા મળશે મંદી-તેજી

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 13 મે સોમવારથી 17 મે શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :

સોમવાર, તા. 13-5-2024, પૂનર્વસુ નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ગવર્નમેન્ટ, પી.એસ.યુ., ફૂડ, ડેરી એફએમસીજી, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં હળદર, ચણા, સોયાબીન અને મકાઇ અને સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

મંગળવાર, તા. 14-5-2024, પૂષ્ય નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય બે થી ત્રણ દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર, કોપર, ઝિંક અને નિકલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, અનેે સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા. 15-5-2024, આશ્લેષા નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોોલ રહેવાની શક્યતા  છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફારમા, કન્સલ્ટન્સી અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં  ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા જીરા, એલચી, મેન્થા, અને જવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

ગુરૂવાર, તા. 16-5-2024,  મઘા નક્ષત્ર, સિંહ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી   તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2  દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા એગ્રો, એજ્યુકેશન, કન્સલ્ટન્સી, ડેરી સેક્ટર શેરો  પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ,અને સિલ્વરમાં ઉથલપાથલ રહેશે. એગ્રી કોમોડિટીમાં હળદર, રાયડો, મકાઇ અને સોયાબીન  પ્રભાવિત થવાની શક્યતા છે. 

શુક્રવાર, તા. 17 -5-2024, પૂ.ફા નક્ષત્ર, કન્યા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ડેરી, ફૂડ પ્રોડક્ટ્સ, હોટેલ, એફએમસીજી અને ફિલ્મ ઉદ્યોગના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને  ગોલ્ડ  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, જવ, તલ, મગફળી  પ્રભાવિત થવાની ધારણા છે. 

આ સમાચાર શેર કરો