મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro: શેર બજારમાં રોકાણ કરો છો? જાણો ઓક્ટોબરના પેલા અઠવાડિયામાં કેવું રહેશે માર્કેટ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લ

Business Astro: શેર બજારમાં રોકાણ કરો છો? જાણો ઓક્ટોબરના પેલા અઠવાડિયામાં કેવું રહેશે માર્કેટ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 30 સપ્ટેમ્બર સોમવારથી 4 ઓક્ટોબર  શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :

સોમવાર, તા. 30-09- 2024,  પૂ.ફા.  નક્ષત્ર. સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, ફૂડ, એફએમસીજી, એક્સપોર્ટ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં તલ, જવ, મગફળી,  સરસવ  પ્રભાવિત થવાની ધારણા છે.

મંગળવાર, તા. 01-10- 2024, ઉ.ફા.  નક્ષત્ર, સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, ઇન્ફ્રા, મેચસ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  અને નિકલ  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, સરસવ મરી, ગુવાર ગમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.  

ગુરૂવાર, તા. 03-10 -2024,  હસ્ત  નક્ષત્ર, કન્યા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. એફએમસીજી, ફૂડ, ડેરી,મેનેજમેન્ટ, એક્સપોર્ટ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં હળદર, મકાઇ, સરસવ, સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે. 

શુક્રવાર, તા. 04-10-2024, ચિત્રા  નક્ષત્ર, તુલા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ફિલ્મ, કેમિકલ્સ, હોટેલ, એન્ટરટેઇનમેન્ટ શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, મગફળી, તલ  પ્રભાવિત થવાની ધારણા છે.

આ સમાચાર શેર કરો