Business Astro: શેર બજારમાં રોકાણ કરો છો?, જાણો આ અઠવાડિયામાં કેવું રહેશે માર્કેટ
ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્યBusiness Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગત

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 11 નવેમ્બર સોમવારથી 15 નવેમ્બર શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે:
સોમવાર, તા. 11-11- 2024, શતતારા નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, શિપિંગ, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એનર્જી બાસ્કેટમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, ગુવાર ગમમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.
આ પણ વાંચો: શેરબજારમાં 20 નવેમ્બરે કોઇ કામ નહીં થાય, જાણો કારણ
મંગળવાર, તા. 12-11- 2024, ઉ.ભા. નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સામાન્ય વધઘટ તરફી એટલે કે વોલેટાઇલ માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ઇનફ્રા. વેહિકલ્સ, ટ્રાનસપોર્ટ, ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, મગફળી પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 13-11-2024, રેવતી નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એનર્જીમાં નેચરલ ગેસ પ્રરભાવિત થશે. એગ્રો કોમેડિટીમાંએલચી, ધાણા, જીરૂ, મેન્થા, પ્રભાવિત થવાની શક્યતા છે.
ગુરૂવાર, તા. 14-11 -2024, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, પીએસયુ, ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં હળદર, સોયાબીન, મકાઇ, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 15-11-2024, ભરણી નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, ફાયનાન્સ, ફૂડ, ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.








