મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2025: જાણો શું હોય છે Deep Tech, જેને લઈને બજેટમાં થઇ ફંડ ઓફ ફંડ્સની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં ડીપ ટેકને લઇને મોટી મહત્ત્વની જાહેરાત કરી છે. આમાં નાણા મંત્રીઓ ફંડ્સ ઓફ ફંડ્સ

Budget 2025: જાણો શું હોય છે Deep Tech, જેને લઈને બજેટમાં થઇ ફંડ ઓફ ફંડ્સની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં ડીપ ટેકને લઇને મોટી મહત્ત્વની જાહેરાત કરી છે. આમાં નાણા મંત્રીઓ ફંડ્સ ઓફ ફંડ્સ ઊભું કરવા કહ્યું છે. આની મદદથી ડીપ ટેક સેક્ટરમાં મોટા પાયે રોકાણ થવાની ધારણા છે. આ ઉપરાંત સરકારે એ AIમાં શિક્ષણ માટે રૂ. 500  કરોડના ભંડોળનું એલાન કર્યું છે. 

નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ સમયનું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણમાં નાણા મંત્રીએ ડીપ ટેક માટે ફંડ્સ ઓફ ફંડ્સનુ એલાન કર્યું છે. ડીપ ટેક અંતર્ગત ઘણી બધી વસ્તુઓ આવે છે. તો આવો જાણીએ કે આ બજેટમાં ડીપ ટેક અને ઇનોવેશન્સ સેક્ટર માટે શેની શેની જાહેરાત કરવામાં આવી છે. 

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકાર ડીપ ટેકને પ્રોત્સાહન આપવા માટે ફંડ ઓફ ફંડ્સ સેટ અપ કરશે. કેન્દ્ર આગામી પાંચ વર્ષમાં આઇઆઇટી અને આઇઆઇએસસીમાં ટેકનોલોજી પર રીસર્ચ કરવા માટે દસ હજાર ફેલોશિપ આપશે. તેમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, સરકાર 20 000 કરોડ રૂપિયા પ્રાઇવેટ સેક્ટરમાં રીસર્ચ અને ઇનોવેશન માટે આપશે.

આની સાથે જ તેમણે ડીપ ટેક માટે ફંડ ઓફ ફંડ્સની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે ડીપ ટેક સેક્ટરમાં બહુ ઓછું રોકાણ થઇ રહ્યું છે. ઓછું રોકાણ થવાનું બીજું એક કારણ એ છે કે, ડીપ ટેક સ્ટાર્ટ અપ સ્થાપિત થવામાં ઘણો સમય લાગે છે. 

ડીપ ટેક અથવા તો ડીપ ટેકનોલોજી ટર્મનો ઉપયોગ અત્યાધુનિક સાયન્ટિફિક અને એન્જિનિયરિંગ એડવાન્સમેન્ટના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઇનોવેશન માટે કરવામાં આવે છે. ડીપ ટેકમાં માત્ર સોફ્ટવેર આધારિત કે, ગ્રાહક કેન્દ્રીત ટેકનોલોજીની વાત નથી હોતી. આ ટેકનોલોજી તૈયાર કરવામાં વર્ષો લાગી જાય છે. આ ક્ષેત્રમાં કેટલાય વર્ષો સુધી  સંશોધન કરવું પડે છે. 

સરકારે ડીપ ટેક કે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. ડીપ ડેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, રોબોટિક્સ જેવા તમામ વિષયો આવે છે. આ તમામ વિષયો પર કામ કરવા માટે વર્ષો સુધી સંશોધનો કરવા પડે છે. જેમાં પૂષ્કળ નાણાં જોઇએ છે. એટલા માટે જ આ સેક્ટરમાં ખાનગી કંપનીઓનું રોકાણ ઓછું જોવા મળી રહ્યું છે. 

પી.એમ. રીસર્ચ ફેલોશિપઃ

આ યોજના હેઠળ પાાંચ વર્ષમાં દસ હજાર ફેલોશિપ્સ આપવામાં આવશે. આ ફેલોશિપ મૂળભૂત રીતે આઇઆઇટી અને આઇઆઇએસસી માટે હશે. આ ઉપરાંત ફંડામેન્ટલ જિયોસ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા ડેવલપમેન્ટ માટે નેશનલ જિયો સ્પેશિયલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. આની હેઠળ લેન્ડ રેક્રોડ્સ, અર્બન પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન પર કામ કરવામાં આવશે. 

સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એઆઇ ફોર એજ્યુકેશનઃ

  • આ સ્કીમ હેઠળ 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં  આવી છે. વાસ્તવમાં આ સ્કીમમાં એઆઇને એજ્યુકેશનમાં કેવી રીતે સાંકળવું તેના પર પણ કામ થશે. 
  • હાલના એઆઇ સેન્ટરોનું વિસ્તરણ કરાશે. એઆઇનો એગ્રીકલ્ચર, હેલ્થ, સસ્ટેનેબલ શહેરો માટે ઉપયોગ કરાશે. 
  • આની જાહેરાત 2023માં કરવામાં આવી હતી. પરંતુ તેને વિસ્તૃત કરવાની વાત આ બજેટમાં કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો