મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

દેશમાં સર્જાઈ ATMની અછત, બેંકોએ ખખડાવ્યા RBI અને સરકારના દ્વાર

દેશમાં ATMની અછત છે. આને લઈને તમામ બેંકો ચિંતિત છે. બેંકોએ આ મુદ્દો ભા

દેશમાં સર્જાઈ ATMની અછત, બેંકોએ ખખડાવ્યા RBI અને સરકારના દ્વાર

દેશમાં ATMની અછત છે. આને લઈને તમામ બેંકો ચિંતિત છે. બેંકોએ આ મુદ્દો ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. બેંકોનું કહેવું છે કે, તેમને આ મશીનો મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારે ઈ-માર્કેટ પ્લેસથી ખરીદીના નિયમો સ્પષ્ટ કરવા જોઈએ

એક અહેવાલ મુજબ તમામ બેંકોએ સરકાર પાસે ઈ-માર્કેટ પ્લેસથી ખરીદીના નિયમો સ્પષ્ટ કરવાની માગ કરી છે. સૂત્રોને ટાંકીને આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગયા મહિને યોજાયેલી બેઠકમાં મોટી બેંકોના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન એટીએમની અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ATM વિક્રેતાઓ પાસે અમારી જરૂરિયાતો પૂરી કરવા માટે ઉત્પાદન ક્ષમતા નથી.

મેક ઇન ઇન્ડિયા માર્ગદર્શિકા માટે બેંકોને જવાબદાર

રિપોર્ટ અનુસાર, ATM વિક્રેતાઓ આ અછત માટે નાણાકીય વર્ષ 2020માં લાગુ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા માર્ગદર્શિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે. આને કારણે, વિક્રેતાઓને ભારતમાં તેમની કામગીરી શરૂ કરવામાં લાંબો સમય લાગ્યો. ઘણા એટીએમ વિક્રેતાઓ ભારતમાં રજિસ્ટર્ડ પણ નથી. તેથી, બેંકો ઇચ્છે છે કે, સરકાર દ્વારા ખરીદના નિયમો સ્પષ્ટ કરવામાં આવે જેથી ભવિષ્યમાં તેમના પર કોઈ રેગ્યુલેટરી એક્શન લેવામાં ન આવે. બેંકો ઈચ્છે છે કે, જો તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે તો તેમને એટીએમ માટે ઈન્ડિપેન્ડન્ટ પ્રપોઝલ જારી કરવાની મંજૂરી આપવી જોઈએ.

ATM મશીનોની માગમાં આવશે જબરદસ્ત વધારો

હાલ બેંકો એટીએમમાં ​​લોક કરવા યોગ્ય કેસેટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. પરંતુ બેંકર્સે કહ્યું છે કે, એટીએમના અભાવે તેમના બિઝનેસને અસર થઈ રહી છે. બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ફેરફાર અનેક તબક્કામાં થવાનો હતો. પરંતુ, અમે લક્ષ્યાંકથી ઘણા પાછળ છીએ. આ કારણે અમારા પર દંડ ફટકારવાની સાથે રેગ્યુલેટરી એક્શન પણ લઈ શકાય છે. બીજી તરફ, CMS ઇન્ફો સિસ્ટમ્સના પ્રેસિડેન્ટ મંજુનાથ રાવે કહ્યું કે, ATM સિવાય બેંકો કેશ રિસાયક્લિંગ મશીન પણ લગાવી રહી છે. આ કારણે GeM પોર્ટલ પર માગ વધવાની ધારણા છે.

આ સમાચાર શેર કરો