ટાટા ગ્રૂપની બીજી કંપની ટૂંક સમયમાં બજારમાં આવશે, બોર્ડની મંજૂરી મળી; ક્યાં સુધીમાં આવશે ઇશ્યુ?
ટાટા ગ્રૂપની વધુ એક કંપની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લોન્ચ કરવા જઈ રહી છે. નોન-બેંકિંગ નાણાકીય કંપની ટા

ટાટા ગ્રૂપની વધુ એક કંપની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લોન્ચ કરવા જઈ રહી છે. નોન-બેંકિંગ નાણાકીય કંપની ટાટા કેપિટલના બોર્ડે મંગળવારે (25 ફેબ્રુઆરી) આઇપીઓ પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી.
ટાટા કેપિટલ આઈપીઓ હેઠળ, કંપની 23 કરોડ નવા શેર જારી કરશે, જ્યારે હાલના શેરધારકો તેમના શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરશે.
બે વર્ષથી ઓછા સમયમાં આઈપીઓ લોન્ચ કરનારી ટાટા ગ્રુપની આ બીજી કંપની હશે. અગાઉ 2023માં ટાટા ગ્રૂપની ટેક્નોલોજી કંપની ટાટા ટેક્નોલોજી તેનો આઈપીઓ લાવી હતી. 2004માં ટાટા ગ્રૂપની અગ્રણી આઈટી ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) એક્સચેન્જમાં લિસ્ટ થયાના લગભગ 20 વર્ષ પછી આ આઈપીઓ આવ્યો હતો.
ટાટા કેપિટલ્સમાં ટાટા સન્સની 93 ટકા હિસ્સેદારી
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એનબીએફસી ફર્મ 23 કરોડ નવા શેરો જારી કરશે. જ્યારે હાલના શેરધારકો ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ મારફતે તેમના શેરો વેચશે. હાલમાં ટાટા સન્સ ટાટા કેપિટલમાં 93 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે સેબીના નિયમો હેઠળ, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 75 ટકાથી વધુ ન હોવો જોઈએ. તેમજ 25 ટકા સ્ટોક જાહેરમાં હોવા જોઈએ.
સેબીનો એમપીએસ નિયમ શું છે?
માર્કેટ રેગ્યુલેટર સેબીની મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) માર્ગદર્શિકા હેઠળ, કોઈપણ લિસ્ટેડ કંપનીએ ઓછામાં ઓછું 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ રાખવું જરૂરી છે. સેબીએ બજારમાં પ્રવાહિતા, ઊંડાઈ, શેરનો પુરવઠો અને કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે આ માર્ગદર્શિકા નક્કી કરી હતી.
ટાટા કેમિકલ્સ શું કરે છે?
ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની ટાટા કેપિટલ્સ ફાયનાન્સિયલ કંપની હોવાની સાથે સાથે ટાટા સન્સની સબસિડિયરી કંપની છે. અને નોન બેન્કિંગ ફાયનાન્સિયલ ફર્મ પણ છે. ટાટા કેપિટલની શરૂઆત 2007માં થઈ હતી. તે નાણાકીય સેવા ક્ષેત્રમાં સેવાઓ અને ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે કોમર્શિયલ ફાઈનાન્સ, ગ્રાહક લોન, સંપત્તિ સેવાઓ અને ટાટા કાર્ડના વિતરણ અને માર્કેટિંગ સહિત વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં કામ કરે છે.








