એલાઇડ બ્લેન્ડર્સના આઇપીઓનું 14 ટકા પ્રિમિયમથી લિસ્ટીંગ, શેરબજારમાં એન્ટ્રી બાદ ઘટ્યો શેર
ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી બનાવવા માટે પ્રખ્યાત એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ આજે બીએસઇ અને એનએસઇ બંને સ્ટો

ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી બનાવવા માટે પ્રખ્યાત એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ આજે બીએસઇ અને એનએસઇ બંને સ્ટોક માર્કેટમાં પ્રવેશ્યા છે. એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સની લિસ્ટિંગ કિંમત એનએસઇ પર 13.88 ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે રૂ. 320 પ્રતિ શેર હતી, જ્યારે બીએસઇ પર તે શેર દીઠ રૂ. 318.10 હતી. તમને જણાવી દઈએ કે એલાઈડ બ્લેન્ડર્સની સબસ્ક્રિપ્શન કિંમત 281 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10:13 વાગ્યે, કંપનીના શેર બીએસઇ પર 3.05% ઘટીને રૂ. 308.40 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એનએસઇ પર તેનો શેર 3.69% ઘટીને રૂ. 308.20 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
છેલ્લી ગ્રે માર્કેટ પ્રાઇસ રૂ. 59 હતી
નોંધનીય છે કે એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ આઇપીઓની છેલ્લી જીએમપી રૂ. 59 હતી. રોકાણકારોને અપેક્ષા હતી કે કંપનીના શેર સબસ્ક્રિપ્શન કિંમત કરતાં 20 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થશે. જો કે, એક દિવસ પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ રૂ. 40-42 આસપાસ હતું અને એવી ધારણા હતી કે શેરબજારમાં તેનું લિસ્ટિંગ રૂ. 315-320 વચ્ચે થશે.
વિશ્વમાં ત્રીજી સૌથી વધુ વેચાતી વ્હિસ્કી એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડની છે. કંપનીનો આઇપીઓ કુલ 23.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ઉચ્ચ નેટવર્થ રોકાણકારો એટલે કે એનઆઇઆઇ ભાગ 32.40 ગણો, સંસ્થાકીય રોકાણકારો (ક્યુઆઇબી) ભાગ 50.37 ગણો, છૂટક રોકાણકારોનો ભાગ 4.51 ગણો અને કંપનીના કર્મચારીઓ માટે આરક્ષિત ભાગ 9.89 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.






