મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અદાણી ગ્રુપની બાંગ્લાદેશને ચેતવણી,  50 કરોડ ડોલર ચૂકવો નહીં બત્તી થશે ગૂલ

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથ અદાણી ગ્રુપે પાવર પ્રોજેક્ટને લઈને બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી આપ

અદાણી ગ્રુપની બાંગ્લાદેશને ચેતવણી,  50 કરોડ ડોલર ચૂકવો નહીં બત્તી થશે ગૂલ

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથ અદાણી ગ્રુપે પાવર પ્રોજેક્ટને લઈને બાંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી આપી છે. અદાણી જૂથે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકારને ચેતવણી આપતા કહ્યું કે, વિવાદાસ્પદ પાવર પ્રોજેક્ટ પર બાકી ચૂકવણી ગંભીર નાણાકીય કટોકટી તરફ દોરી શકે છે.

વાસ્તવમાં બાંગ્લાદેશના તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને વિદ્યાર્થીઓના વિરોધ બાદ સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. જે બાદ મોહમ્મદ યુનુસની સરકાર છે. એક રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ પાસે 500 મિલિયન ડોલરની ચુકવણી બાકી છે, જે શરૂઆતના દિવસોમાં યુનુસ સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે.

યુનુસ સરકારે શેખ હસીનાને જવાબદાર ઠેરવી

યુનુસની સરકાર દેશની નાણાકીય કટોકટી માટે ઓછી પારદર્શિતા અને મોંઘા માળખાકીય સોદાઓને જવાબદાર ઠેરવી રહી છે. જેમાં અદાણી પાવર સાથેના મોટા કરારનો પણ સમાવેશ થાય છે. શેખ હસીનાના શાસનકાળ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં અદાણીના 1,600 મેગાવોટના ગોડ્ડા પ્લાન્ટમાંથી કોલસા આધારિત પાવર સપ્લાય કરવામાં આવનાર છે.

અદાણી પાવરે બાંગલાદેશ સરકારના વધી  રહેલા  કર્જ અંગે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી શકે નહીં. અદાણી ગ્રુપે જણાવ્યું કે, બાંગ્લાદેશ સરકાર સાથે અમારી વાતચીત સતત ચાલુ છે અને તેમને આ અનિશ્ચિત પરિસ્થિતિથી વાકેફ પણ કર્યા છે. આના કારણે અમે ધિરાણકર્તાઓ અને સપ્લાયરો પ્રત્યેની અમારી સપ્લાય પ્રતિબદ્ધતાઓ અને જવાબદારીઓને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ.

પડકારોનો સામનો કરી રહ્યા હોવા છતાં  અદાણી પાવરે બાંગ્લાદેશે પોતાના ગોડ્ડા પ્લાન્ટમાંથી વિશ્વસનીય અને પ્રતિસ્પર્ધી દરો પર વીજળીનો પુરવઠો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા બતાવી છે પરંતુ બાકી લેણા વધતા જ જાય છે.  રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશની કુલ પાવર લાયબિલિટી $3,700 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાંથી $492 મિલિયન અદાણીને દેવાના છે. અદાણી પર દેશનું કુલ દેવું $800 મિલિયન વધી શકે છે.

યુનુસની સરકાર દેશની નાણાકીય સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં વિશ્વ બેંક પાસેથી લોન મેળવવાની યોજના પણ સામેલ છે.

ગોડ્ડા પ્લાન્ટ અને બાંગ્લાદેશમાં અદાણી ગ્રુપની ભૂમિકા

અદાણી ગ્રુપ પાસે બાંગ્લાદેશમાં પોર્ટ્સ, ડેટા સેન્ટર્સ, અને એનર્જી સેક્ટર્સમાં મોટા પાયે રોકાણો છે.  ગોડ્ડા પાવર પ્લાન્ટ માટે બાંગ્લાદેશ અને અદાણી વચ્ચે 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકા મુલાકાત દરમિયાન કરાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ગયા વર્ષે સંપૂર્ણ રીતે કાર્યરત થયો હતો, પરંતુ તેની ઊંચી કિંમત માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

પર્યાવરણવાદીઓ દલીલ કરે છે કે આ પ્લાન્ટમાંથી વીજળીની આયાત બાંગ્લાદેશ માટે આર્થિક રીતે યોગ્ય નથી. જો કે, અદાણીનું કહેવું છે કે અન્ય કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની સરખામણીમાં તેના દ્વારા ઓફર કરવામાં આવતી પાવરની કિંમત 'ખૂબ જ સ્પર્ધાત્મક' છે.

જણાવી દઈએ કે, વધતી જતી દેવાની કટોકટીને ધ્યાનમાં રાખીને, યુનુસની સરકાર ભાવિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને અગાઉની સરકાર હેઠળ થયેલા સોદાઓની સમીક્ષા કરવાનું વિચારી રહી છે. આ સમીક્ષા માત્ર ભારતીય સોદાઓ પર જ નહીં પરંતુ ચીન સાથેના સોદા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. બાંગ્લાદેશ સરકાર ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે વધુ સસ્તું શરતો પર સ્ટ્રાઇક ડીલ કરવાના ઉદ્દેશ્ય સાથે કોઈપણ દેશ સાથે ભાગીદારી કરવા માટે તૈયાર છે.

બાંગ્લાદેશ, વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા કાપડ નિકાસકાર, સ્થાનિક ગેસ અનામતના અભાવને કારણે લાંબા સમયથી ઊર્જાની અછતનો સામનો કરી રહ્યું છે. દેશમાં ચાલી રહેલી રાજકીય અશાંતિ વચ્ચે, ઘણી આંતરરાષ્ટ્રીય એપેરલ બ્રાન્ડ્સ ઉત્પાદન માટે ભારત તરફ વળ્યા છે, બિઝનેસ સ્ટાન્ડર્ડે અગાઉ અહેવાલ આપ્યો હતો.

ભારતમાં ઘરેલું વીજળીના વેચાણને મંજૂરી

તાજેતરમાં, ભારત સરકારે પાવર નિકાસકારોને સ્થાનિક બજારમાં પાવર વેચવાની મંજૂરી આપવા માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે, જેનાથી અદાણીને ગોડ્ડા પાવર પ્લાન્ટ માટે વૈકલ્પિક ખરીદદારો શોધવાની મંજૂરી મળી છે.જો કે, અદાણીએ સ્પષ્ટતા કરી છે કે તેની બાંગ્લાદેશને વીજ પુરવઠો દૂર કરવાની કોઈ યોજના નથી અને તેણે દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

આ સમાચાર શેર કરો