મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અદાણી ગ્રુપના શેર તૂટ્યા, હિંડનબર્ગ રિપોર્ટ બાદ શેર માર્કેટ ખુલતા જ 17 ટકા સુધીનું નુકસાન

અદાણી ગ્રુપ માટે સોમવારનો દિવસ ફરી એક વખત બ્લેક સાબિત થઇ શકે છે. હિંડનબર્ગ રિસર્ચના વીકેન્ડ પર આવેલા નવા રિપ

અદાણી ગ્રુપના શેર તૂટ્યા, હિંડનબર્ગ રિપોર્ટ બાદ શેર માર્કેટ ખુલતા જ 17 ટકા સુધીનું નુકસાન

અદાણી ગ્રુપ માટે સોમવારનો દિવસ ફરી એક વખત બ્લેક સાબિત થઇ શકે છે. હિંડનબર્ગ રિસર્ચના વીકેન્ડ પર આવેલા નવા રિપોર્ટ બાદ સોમવારે બજાર ખુલતા જ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. શરૂઆતના સેશનમાં અદાણી ગ્રુપના શેર 17 ટકા સુધીના નુકસાનમાં વેપાર કરી રહ્યાં છે.

સૌથી વધુ અદાણીના આ શેર તૂટ્યા

સવારે 9.15 વાગ્યે બજાર ખુલતા જ અદાણી ગ્રુપના તમામ શેર તૂટી ગયા છે. અદાણી એનર્જી સોલ્યૂશન્સે તો BSE પર 17 ટકા નુકસાન સાથે શરૂઆત કરી છે. જોકે, વેપાર વધતા જ તેને સારી રિકવરી બતાવી હતી પરંતુ તે બાદ પણ શેર લાલ નિશાનમાં જ છે. 9 વાગીને 30 મિનિટ પર આ શેર BSE પર 2.59 ટકા નુકસાન સાથે 1,075.45 રૂપિયા પર વેપાર કરી રહ્યું હતું.

અદાણીના તમામ શેર થયા લાલ

સવારે 9.30 પર અદાણી ટોટલ ગેસ સૌથી વધુ નુકસાનમાં હતું. અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેર 3-3 ટકા ઘટ્યા હતા. ફ્લેગશિપ શેર અદાણી એન્ટરપ્રાઇઝેજ 2 ટકાથી વધુ નુકસાનમાં હતું. આ રીતે અદાણી ગ્રીન એનર્જી લગભગ અઢી ટકા નુકસાન થયું હતું.

શેર બજારમાં પણ નુકસાન

ભારતીય શેર બજારની શરૂઆત પણ આજે ઘટાડા સાથે થઇ છે. BSEનું સેન્સેક્સ 375.79 પોઇન્ટના ઘટાડા સાથે 79,330.12 અંક પર ખુલ્યુ છે જ્યારે NSEનું નિફ્ટી 47.45 અંકના ઘટાડા સાથે 24,320 અંક પર ખુલ્યુ છે.

આ સમાચાર શેર કરો