Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani group: Rapid rise in Adani Enterprises' rights issue: Price rises more than 23% in 2 days

Adani group: અદાણી એન્ટરપ્રાઈઝના રાઈટ્સ ઈશ્યૂમાં ઝડપી  ઉછાળોઃ  2 દિવસમાં ભાવ 23%થી વધુ વધ્યા 

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Adani group: અદાણી એન્ટરપ્રાઈઝના રાઈટ્સ ઈશ્યૂમાં ઝડપી  ઉછાળોઃ  2 દિવસમાં ભાવ 23%થી વધુ વધ્યા 
સોર્સ : GSTV

Adani group: અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (એઇએલ)ના રૂ. 25,000 કરોડના રાઈટ્સ ઈશ્યૂમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે. રોકાણકારોની ભાગીદારી મજબૂત બનતા રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ (આરઈ)ના ભાવ માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં 23.11% ઉછળ્યા હતા. રાઈટ્સ ઈશ્યૂની સાથે શેરનો ભાવ મજબૂત બન્યો છે. રોકાણકારોના ઉત્સાહના પગલે 5 ડિસેમ્બરે, RE રૂપિયા 430.65 પર બંધ થયો, જે 3 ડિસેમ્બરે નોંધાયેલા રૂપિયા 349.80ના ભાવથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. 

App Store

છેલ્લા 2 દિવસમાં રાઈટ્સ એન્ટાઈટલમેન્ટની માંગમાં તીવ્ર વધારો થયો છે. રાઈટ ઈશ્યુમાં વધારાની સીધી અસર એઈએલના શેરોમાં જોવા મળતા બે દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝના ભાવમાં 3.45% નોં વધારો થયો હતો. એઈએઓલના શેરનો ભાવ રૂપિયા 2,190થી વધીને રૂપિયા 2,265 થયો હતો, જે રોકાણકોરોનો કંપનીના ભાવિમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે. રાઈટ્સ ઇશ્યૂની કિંમત પ્રતિ શેર રૂપિયા 1,800 છે, જે વર્તમાન બજાર દરોની તુલનામાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ જણાય છે.  

નવ દિવસની વિન્ડો દરમિયાન સબમિટ કરાયેલી તમામ બિડમાંથી 49.04% છેલ્લા બે દિવસમાં જ થઈ છે. ઝડપી બિડિંગ રોકાણકારોના હિતને હાઈલાઇટ કરે છે. તેનાથી રોકાણકારોની ગતિવીધીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. રૂપિયા 25,000 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ ભારતીય બજારમાં સૌથી મોટુ સ્થાન ધરાવે છે. તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા મુજબ, પ્રમોટર્સ AELમાં આશરે 74% હિસ્સો ધરાવે છે, ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારો 18% અને છૂટક રોકાણકારો 8% હિસ્સો ધરાવે છે. 

રોકાણકારોની મજબૂત માંગ એ સૂચવે છે કે અદાણી એન્ટરપ્રાઈઝને તેઓ એક લાંબા ગાળાના આકર્ષક રોકાણ તરીકે જુએ છે. રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ માટે અરજી કરવાની વિન્ડો 10 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે. ખાસ કરીને ભારતના ઝડપથી વિકસતા એરપોર્ટ, ગ્રીન હાઈડ્રોજન, ડેટા સેન્ટર અને સંરક્ષણ ક્ષેત્રોમાં એઈએલના વધતા વ્યાપને ધ્યાનમાં રાખતા રોકાણકારોને તેમાં ઉજળી સંભાવનાઓ દેખાઈ રહી છે.

અદાણી એન્ટરપ્રાઈઝ રાઈટ્સ ઓફરમાં રેકોર્ડ ડેટ (17 નવેમ્બર)ના રોજ શેરધારક પાસે રહેલા દરેક 25 શેર માટે, શેરધારક ઓફરમાં ત્રણ વધુ શેર ખરીદવા માટે પાત્ર છે. દરેક રાઈટ્સ શેર રૂ. 1,800માં ઓફર કરવામાં આવી રહ્યો છે, જ્યારે વર્તમાન બજાર કિંમત રૂ. 2,265 છે