મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અદાણી એન્ટરપ્રાઇઝની કમાણી બમણી થઇ, નવા એનર્જી ડિવિઝનથી થયો ફાયદો

Adani Enterprises Q1 Results : ગુરુવારે અદાણી એન્ટરપ્રાઈઝની પ્રથમ ક્વાર્ટરની કમાણી બમણીથી વધુ થઈ ગઈ છે. નવા ઉર

અદાણી એન્ટરપ્રાઇઝની કમાણી બમણી થઇ, નવા એનર્જી ડિવિઝનથી થયો ફાયદો

Adani Enterprises Q1 Results : ગુરુવારે અદાણી એન્ટરપ્રાઈઝની પ્રથમ ક્વાર્ટરની કમાણી બમણીથી વધુ થઈ ગઈ છે. નવા ઉર્જા વિભાગમાં વૃદ્ધિએ  કોલસાના વ્યવસાયમાં નબળાઈને સરભર કરી છે. એકીકૃત ચોખ્ખો નફો રૂ.674 કરોડથી વધીને રૂ.1,455 કરોડ (લગભગ $174 મિલિયન) થયો છે, જે 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ.674 કરોડ હતો, એમ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝ કંપની અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની છે.

અદાણી એન્ટરપ્રાઇઝે  2025ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.25,472.40 કરોડની કામગીરીની આવક નોંધાવી હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.23,015.94 કરોડથી 10.67 ટકા વધુ છે.

આવકમાં વધારો મુખ્યત્વે  અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ  ઇકોસિસ્ટમ અને એરપોર્ટના મજબૂત ઓપરેશનલ કામગીરીને કારણે થયો હતો. કુલ વ્યાજ, કર અને ઘસારા પહેલાનો નફો (એબિટા)માં આ વ્યવસાયોનું યોગદાન હવે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વધીને 62 ટકા થયું છે જે  2024ના પ્રથમ ક્વાર્ટરમાં 45 ટકા હતું, કંપનીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું. 

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)ઇકોસિસ્ટમ સોલાર મેન્યુફેક્ચરિંગ અને વિન્ડ ટર્બાઇન બિઝનેસે અત્યાર સુધીનો સૌથી વધુ EBITA (Earnings before interest, taxes, and amortization) રૂ.1,642 કરોડનો રેકોર્ડ કર્યો છે, જે 3.6x વાર્ષિક વૃદ્ધિ છે અને હવે મજબૂત ઓપરેશનલ કામગીરીને કારણે કુલ EBITAમાં 38 ટકાનું યોગદાન આપે છે.

EBITA 48 ટકા વધીને રૂ. 4300 કરોડ થયો છે. શેરબજારમાં અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1.76 ટકા વધીને રૂ.3,225 પર બંધ થયો હતો. આ ભાવે વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શેરનો ભાવ 10.63 ટકા વધ્યો છે. 

આ સમાચાર શેર કરો