વાયદા બજારમાં મોટો ઉછાળો; સોનામાં ₹2,311 અને ચાંદીમાં ₹5,572નો એકઝાટકે વધારો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે ભારતીય બજારમાં સોનું ₹1,47,800 અને ચાંદી ₹2,38,000ને પાર પહોંચી ગયા છે. સોનામાં ₹2,311 અને ચાંદીમાં ₹5,572નો ઉછાળો નોંધાયો. રોકાણકારો અને ગ્રાહકો માટે આ મોટા સમાચાર છે.
Commodity Market News: કોમોડિટી માર્કેટમાંથી રોકાણકારો અને ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે ભારતીય બજારમાં સોનું અને ચાંદી આકાશે આંબી રહ્યા છે.
સોનાના ભાવમાં તેજી: ₹1,47,800ને પાર
પ્રાપ્ત વિગતો મુજબ, સોનાના (05-Aug-26 એક્સપાયરી) ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં આજે કુલ 2,311 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જોકે તેમાં ટ્રેડિંગ વચ્ચે થોડોક ઘટાડો થયો હતો.
- જૂનો બંધ ભાવ (Prev. Close): 1,45,758.00
- નવો ઓપન ભાવ (Open): 1,47,840.00
- આજનો દિવસનો ઉચ્ચતમ સ્તર (High): 1,48,069.00
સમાચાર લખાયા સુધીનો વર્તમાન ભાવ (Live Price): ₹1,47,894.00 (જેમાં ₹2,136.00 એટલે કે +1.47% નો સીધો વધારો નોંધાયો છે).
ચાંદીના ભાવમાં પણ રેકોર્ડબ્રેક તેજી
બીજી તરફ, ચાંદીના (04-Sep-26 એક્સપાયરી) ભાવમાં પણ જોરદાર ધબધબાટી બોલી ગઈ છે. ચાંદીમાં પણ આજે 5,572 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે. જોકે પછીથી ટ્રેડિંગમાં થોડુંક કરેક્શન આવ્યું હતું.
- જૂનો બંધ ભાવ (Prev. Close): 2,33,304.00
- નવો ઓપન ભાવ (Open): 2,36,495.00
- આજનો દિવસનો ઉચ્ચતમ સ્તર (High): 2,38,876.00
સમાચાર લખાયા સુધીનો વર્તમાન ભાવ (Live Price): ₹2,38,225.00 (જે ગઈકાલના બંધ ભાવથી ₹4,921.00 એટલે કે +2.11% ના જંગી ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે).
બજારના નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક સ્થિતિ અને માંગને કારણે કિંમતી ધાતુઓમાં આ પ્રકારની ઐતિહાસિક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

