5G સ્પેક્ટ્રમની હરાજી ફરી એક વાર મુલતવી, 25 જૂન પછી થશે હરાજી
દૂરસંચાર વિભાગે ફરી એક વખત બહુપ્રતિક્ષિત 5G સ્પેક્ટ્રમની હરાજીની તારીખ લંબાવી છે. હવે નવી સરકારની રચના બાદ 5

દૂરસંચાર વિભાગે ફરી એક વખત બહુપ્રતિક્ષિત 5G સ્પેક્ટ્રમની હરાજીની તારીખ લંબાવી છે. હવે નવી સરકારની રચના બાદ 5G સ્પેક્ટ્રમની હરાજીનું આયોજન કરવામાં આવશે. મંગળવારે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું કે નોટિસ આમંત્રિત એપ્લિકેશન (એનઆઇએ) માં સુધારો કરીને, 5G સ્પેક્ટ્રમની હરાજી 19 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
બીજી વખત તારીખ લંબાવવામાં આવી
આ બીજી વખત છે જ્યારે સ્પેક્ટ્રમની હરાજીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, ટેલિકોમ વિભાગે 20 મેના રોજ સ્પેક્ટ્રમના વેચાણની તારીખ નક્કી કરી હતી, ત્યારબાદ દેશમાં લોકસભાની ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તેને 6 જૂન સુધી મુલતવી રાખવામાં આવી હતી. દૂરસંચાર વિભાગે તેની સૂચનામાં જણાવ્યું છે કે 13 અને 14 જૂને મોક ઓક્શનનું આયોજન કરવામાં આવશે.
આઠ બેન્ડની હરાજી થવાની છે
તમને જણાવી દઈએ કે, આ વખતે આઠ બેન્ડમાં 5G એરવેવ્સ - 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ, 2500 મેગાહર્ટ્ઝ, 3.3 ગીગાહર્ટ્ઝ અને 26 ગીગાહર્ટ્ઝ બેન્ડ્સ 96000 કરોડ રૂપિયાથી વધુના બેઝ પ્રાઇસ પર હરાજી થશે.
જીઓ ઓક્શનની બહાર રહે તેવી સંભાવના
જાણકારોનું કહેવું છે કે, આગામી એરવેવ્સમાં, રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Vi) તેમની નોંધપાત્ર 5G એરવેવ હોલ્ડિંગ અને લોકોમાં હાલની પહોંચના અભાવને કારણે હરાજીમાં બિડ કરશે નહીં.
આવી સ્થિતિમાં, આ વેચાણ એટલું મહત્ત્વનું નથી. એરટેલ અને Vi એ બજારોમાં ચોક્કસ બેન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં તેઓ સ્પેક્ટ્રમ નવીકરણનો સામનો કરે છે, જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે Jio આ હરાજીની પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે બહાર રહી શકે છે, કારણ કે તેની પાસે હાલમાં કોઈ રિન્યુઅલ એરવેવ નથી.
વાર્ષિક આધારે પેમેન્ટની સસગવડ
તમને જણાવી દઈએ કે 25 જૂન પછી હરાજી થનાર આઠ બેન્ડ 20 વર્ષ માટે આપવામાં આવશે. આ હરાજીમાં વિજેતા બિડર્સને 20 વર્ષ સુધી દર વર્ષે ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય દૂરસંચાર વિભાગે કહ્યું કે આ હરાજી હેઠળ મળેલા સ્પેક્ટ્રમને ઓછામાં ઓછા 10 વર્ષ પછી પરત કરવાનો વિકલ્પ આપવામાં આવશે.








