મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Adani Ports Q2 Results: અદાણી પોર્ટના નફામાં 40 ટકાનો વધારો, શેરમાં પણ જોવા મળ્યો ઉછાળો

અદાણી પોર્ટ્સે મંગળવારે ઓક્ટોબર 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 40%નો વ

Adani Ports Q2 Results: અદાણી પોર્ટના નફામાં 40 ટકાનો વધારો, શેરમાં પણ જોવા મળ્યો ઉછાળો

અદાણી પોર્ટ્સે મંગળવારે ઓક્ટોબર 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 40%નો વધારો થયો છે. 40 ટકાના વધારા સાથે ₹2,445 કરોડ નોંધાયો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹1,748 કરોડ હતો. 

આ સમયગાળા દરમિયાન આવક 6% વધીને ₹7,067 કરોડ થઈ હતી. એબિટામાં 13% વૃદ્ધિ નોંધાવતા કંપનીની આવક  ₹4,369 કરોડ થઈ છે. જ્યારે માર્જિન 62% વધારો થયો છે. 

અદાણી પોર્ટ્સના સીઈઓ અશ્વિની ગુપ્તાએ જણાવ્યું કે, "અમને અમારી કામગીરીમાં સતત વૃદ્ધિ જોઈને આનંદ થાય છે, વર્તમાન પોર્ટ્સ મજબૂત વોલ્યુમ વૃદ્ધિ અને નવા ક્ષમતા વધારા સાથે યોજના પ્રમાણે આગળ વધી રહ્યા છે."

અદાણી પોર્ટ્સનો શેર ₹1,377 પર બંધ

મંગળવારે એનએસઇ પર અદાણી પોર્ટ્સનો શેર 1.83 ટકાના ઉછાળા સાથે  ₹1,377 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ ₹2.97 લાખ કરોડે પહોંચી ગયું છે.

આ સમાચાર શેર કરો