Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : 19 kg commercial cylinder prices reduced; Domestic (14.2 kg) cooking gas prices

VIDEO: રાહત: 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા; ઘરેલુ (14.2 kg) રાંધણ ગેસના ભાવ યથાવત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

LPG Price Cut: જુલાઈ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ કિંમતોમાં ઘટાડો 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરની રસોઈમાં વપરાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

App Store

દિલ્હીથી લઈને મુંબઈ સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી 3,113.50 રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે 183 રૂપિયા સસ્તો થઈને 2,930 રૂપિયામાં મળશે.

વર્ષ 2026માં પહેલીવાર મળી રાહત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિને કારણે છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. વર્ષ 2026માં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા હોય.

આ વર્ષે કિંમતોમાં કેવી વધઘટ થઈ તેના પર એક નજર:

જાન્યુઆરી 2026: કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,691 રૂપિયા હતી.

મે 2026: ભાવમાં ભારે વધારા સાથે કિંમત પહેલીવાર 3,000 રૂપિયાને પાર પહોંચી ગઈ.

જૂન 2026: જૂનની શરૂઆતમાં ફરી 42 રૂપિયાનો વધારો થતાં દિલ્હીમાં ભાવ 3,113.50 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

1 જુલાઈ 2026: આખરે ગ્રાહકોને રાહત આપતા ભાવ ઘટાડીને 2,930 રૂપિયા કરવામાં આવ્યો છે.