Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : World's first brain surgery with AI, .Pragyananda made history by winning Grand Chess Tour

VIDEO: NEWS AFTERNOON / AI વડે દુનિયાની પ્રથમ બ્રેઇન સર્જરી, પ્રજ્ઞાનાનંદે ગ્રાન્ડ ચેસ ટૂર જીતીને ઇતિહાસ રચ્યો, પેંગ્વિને સોનિયા ગાંધીનું પુસ્તક છાપવાની ના પાડી

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇરાનની ચેતવણી: નેતન્યાહૂનો ખાત્મો કરીશું 

App Store

ઇરાને 'ઝાયોનિસ્ટ શાસન' અને નેતન્યાહૂનો ટૂંક સમયમાં જ અંત થવાની ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રની હત્યાના કાવતરાના આક્ષેપોને ઇરાને સખત રીતે ફગાવી દીધા છે. ઇરાને નેતન્યાહૂ પર ટ્રમ્પના પુત્ર વિશે આવી ખોટી અફવાઓ અને ભ્રામક સમાચાર ફેલાવવાનો સીધો આરોપ લગાવ્યો છે.

AI વડે દુનિયાની પ્રથમ બ્રેઇન સર્જરી

લંડનના ડોક્ટરોએ AIની મદદથી વિશ્વની પ્રથમ બ્રેઇન ટ્યુમર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ટેક્નોલોજીના સચોટ માર્ગદર્શનને કારણે 48 વર્ષીય દર્દીના મગજમાંથી ટ્યુમર દૂર કરીને તેમની આંખોની દ્રષ્ટિ જતી બચાવી લેવામાં આવી છે.

પ્રજ્ઞાનાનંદે ગ્રાન્ડ ચેસ ટૂર જીતીને ઇતિહાસ રચ્યો

આર. પ્રજ્ઞાનાનંદે ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે. સેન્ટ લુઇસમાં રમાયેલી ફાઇનલમાં તેણે ફાબિયાનો કારુઆનાને ૧૫-૧૩થી હરાવીને ૨ કરોડ રૂપિયાની ઇનામી રકમ અને પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરી છે.

પેંગ્વિને સોનિયા ગાંધીનું પુસ્તક છાપવાની ના પાડી

પેંગ્વિન રેન્ડમ હાઉસે સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તકમાંથી કેટલાક ખાસ અંશો હટાવવાની માંગ કરી હતી. સોનિયા ગાંધીએ આ ફેરફારો કરવાનો ઇનકાર કરતા પેંગ્વિને ભારતમાં આ પુસ્તક પ્રકાશિત કરવાનો અસ્વીકાર કરી દીધો છે.

કોકેઇન કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર

અમદાવાદના નરોડામાંથી કોકેઇન સાથે ઝડપાયેલા આરોપી નરેશ જૈનને સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરાયો હતો. આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક, સપ્લાયર રવિકુમાર અને નાણાકીય વ્યવહારોની તપાસ માટે કોર્ટે આરોપીના ૭ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વૃદ્ધ દંપતી સાથે રૂ. ૫૫.૫૦ લાખની સાયબર ઠગાઈ

રાજકોટના ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી રૂ. ૫૫.૫૦ લાખ પડાવી લીધા હતા. વધુ રૂ. ૪૧ લાખ પડાવે તે પહેલાં જ પુત્રી અને પોલીસે સમયસર આવી ઠગાઈ અટકાવી હતી.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News