Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran Retaliates Against US: Claims To Have Destroyed US Fighter Jets With Ballistic Missiles And Drones

VIDEO: ઈરાને અમેરિકા સામે લીધો બદલો: બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે USના ફાઈટર જેટ્સ તબાહ કર્યાનો દાવો

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી હુમલાઓનો વળતો જવાબ આપતા ઈરાને અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તબાહ કરી દીધા હોવાનો દાવો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે તેણે જોર્ડનમાં તૈનાત અમેરિકી સૈન્યના ફાઈટર જેટ્સ અને રિફ્યુલિંગ એરક્રાફ્ટને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે. બીજી તરફ, જોર્ડનની મિલિટ્રીએ ત્રણ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે.

App Store

સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ સેન્ટર પર હુમલો

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, તેમણે ઈરાની સૈનિકોની હત્યાનો બદલો લેવા માટે સીરિયાના અલ-તનફમાં આવેલા અમેરિકી સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કર્યો હતો. જોકે, ઈરાનના આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. અમેરિકા પણ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તેહરાનના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યું છે. IRGC એરોસ્પેસ ફોર્સના નિવેદન મુજબ, જોર્ડનમાં અમેરિકી જેટ્સ પર આ હુમલો 'ઓપરેશન નસ્ર 2 ના 14 તબક્કા હેઠળ બે વાર કરવામાં આવ્યો હતો.

અમેરિકાએ ઈરાનના પુલ અને એનર્જી સાઇટ્સને નિશાન બનાવી

આ પહેલા શુક્રવારે સવારે અમેરિકાએ ઈરાનના હોરમોઝગાન પ્રાંતના બંદર ખમીર વિસ્તારમાં બે પુલ, એનર્જી સાઇટ્સ અને એક મહત્વપૂર્ણ પોર્ટ પર આવેલા ટાવરને નિશાન બનાવ્યા હતા. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, કાહૂરસ્તાન ગામ નજીકના પુલ અને શૂર નદી પર બનેલા પુલ પર થયેલા અમેરિકી હવાઈ હુમલામાં 7 નાગરિકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. હાલ આ વ્યૂહાત્મક માર્ગોને ફરી શરૂ કરવા માટે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે.

કતાર અને કુવૈત પર પણ ઈરાનનો પલટવાર

અમેરિકી હુમલાથી ભડકેલા ઈરાને મિડલ ઈસ્ટમાં અમેરિકાના સહયોગી દેશો પર પણ મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં કતારનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કુવૈતમાં એક પાવર અને વોટર પ્લાન્ટને પણ નુકસાન પહોંચ્યું છે.