Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Killed in front of police post, knife attack on youth near RTO Char Road in Ranip

પોલીસ ચોકી સામે જ હત્યા, રાણીપમાં RTO ચાર રસ્તા નજીક યુવક પર છરી વડે હુમલો

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પોલીસ ચોકી સામે જ હત્યા, રાણીપમાં RTO ચાર રસ્તા નજીક યુવક પર છરી વડે હુમલો
સોર્સ : gstv

Ahmedabad Crime News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા RTO ચાર રસ્તા નજીક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ અજય સાલ્વી તરીકે થઈ છે.

App Store

પોલીસ ચોકી સામે જ લોહિયાળ ખેલ

મળતી માહિતી અનુસાર, હત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે હુમલાખોરોએ પોલીસ ચોકીની સામે જ યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જાહેર રસ્તા પર અને પોલીસ ચોકીની સામે જ બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. કોઈ જૂના ઝઘડા કે મનદુઃખને કારણે આરોપીઓએ અજય સાલ્વી પર છરા વડે સખત ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ઘટના અંગેની જાણ થતાં જ રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી છે. રાણીપ પોલીસે ગુનો નોંધીને હત્યા પાછળનું ચોક્કસ સાચું કારણ, ઘટનાનો ક્રમ અને હુમલાખોરોની ઓળખ છતી કરવા સીસીટીવી ફુટેજ તેમજ સ્થાનિક પૂછપરછના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.