VIDEO: સિદ્ધપુરનું અરવડેશ્વર મહાદેવ મંદિર: સરસ્વતી માતાની રક્ષા કાજે પ્રગટ થયા શંભુ
સોર્સ : gstv
પાટણના સિદ્ધપુરમાં સ્થિત હજાર વર્ષ જૂનું અરવડેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પૌરાણિક કથા અનુસાર, એક ભયંકર રાક્ષસથી બચવા મા સરસ્વતી ભાગી રહ્યા હતા ત્યારે ઠેસ લાગીને અરવડી જતાં જ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. મહાદેવે માતાજીને કમંડળમાં સમાવી રક્ષણ આપ્યું હતું. ઋષિ-મુનિઓની આ તપોભૂમિના દર્શન કેદારનાથ ધામના દર્શન સમકક્ષ માનવામાં આવે છે.

