VIDEO: ભાજપ દ્વારા વિનોદ તાવડેને અભિનંદન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો , જ્યાં પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા દિગ્ગજ નેતા વિનોદ તાવડેને રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. દિલ્હી પહોંચેલા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો અને કેન્દ્રીય નેતાઓએ વિનોદ તાવડેને પુષ્પગુચ્છ અર્પણ કરી અને મોં મીઠું કરાવીને ગળાડૂબ અભિનંદન પાઠવ્યા હતા. સંગઠનમાં તેમની ઉત્કૃષ્ટ સેવાઓ, પક્ષ પ્રત્યેનીનિષ્ઠા અને સંગઠનાત્મક કુશળતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મોરચા દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી હતી આ પ્રસંગે વિનોદ તાવડેએ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રહિતના કાર્યોને જન-જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

