Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Tsunami high alert in the Philippines, fireball on the runway!, NTA in action after NEET paper leak!

NEWS AFTERNOON: ફિલિપાઇન્સમાં સુનામીનું હાઈ એલર્ટ, રનવે પર પ્લેન બન્યું અગનગોળો!, NEET પેપર લીક બાદ NTA એક્શનમાં!

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ફિલિપાઇન્સમાં ભૂકંપથી ભારે તબાહી! પ્રચંડ આંચકા બાદ સુનામીનું મોટું સંકટ

App Store

ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે! આ ભયાનક આંચકા બાદ અમેરિકન સિસ્ટમે દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની સત્તાવાર ચેતવણી જાહેર કરી છે. ખતરાને જોતા પાડોશી દેશ ઇન્ડોનેશિયાએ પણ પોતાના તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરીને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

મધ્યપૂર્વમાં ભડકો! સીઝફાયર બાદ ઈઝરાયલ પર ઈરાનનો મોટો મિસાઈલ હુમલો

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના વાદળો છવાયા છે! એપ્રિલ મહિનાના સીઝફાયર બાદ, ઈરાને ઈઝરાયલના ઉત્તરીય વિસ્તાર પર 4 શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો દાગી દીધી છે. ટ્રમ્પની ના હોવા છતાં ઈઝરાયલે પણ વળતી કાર્યવાહી શરૂ કરી દેતા આખો વિસ્તાર ધમધમી ઉઠ્યો છે.

ડોમિનિકન રિપબ્લિકમાં પ્લેન ક્રેશ: બંને પાયલોટના કરૂણ મોત

ડોમિનિકન રિપબ્લિકના લા રોમાના એરપોર્ટ પરથી હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. રવિવારે એક પ્રાઇવેટ પ્લેન ટેક-ઓફ કરતી વખતે રનવે પર જ ક્રેશ થઈ ગયું અને જોતજોતામાં બળીને ખાખ થઈ ગયું. આ કરૂણ દુર્ઘટનામાં પાયલોટ અને કો-પાયલોટ બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

NEET પેપર લીક બાદ NTA એક્શનમાં! પેપર સેટ કરનારા નિષ્ણાતો 'લોકડાઉન'માં

NEET-UG પેપર લીક વિવાદ બાદ શિક્ષણ મંત્રાલય અને NTA એક્શનમાં છે. 21 જૂને યોજાનારી રી-ટેસ્ટની ગોપનીયતા માટે પેપર સેટ કરનાર અને ભાષાંતર કરનાર તમામ નિષ્ણાતોને એક ગુપ્ત જગ્યાએ સખત આઇસોલેશન એટલે કે 'લોકડાઉન'માં મોકલી દેવાયા છે, જ્યાં ન કોઈ વાતચીત થશે ન ઇન્ટરનેટ મળશે.

રાજ્યસભા ચૂંટણીમાં BJP ઉમેદવારોના નામ જાહેર; એમપી અને કર્ણાટકથી લડશે ચૂંટણી 

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વર્ષ 2026ના રાજ્યસભા અને કર્ણાટક વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામ પર મંજૂરી આપી દીધી છે. જેમાંથી બે ઉમેદવારો મધ્ય પ્રદેશ અને કર્ણાટકથી રાજ્યસભાના દાવેદાર બનશે.

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ હોબાળો! અંધશ્રદ્ધાનો વીડિયો વાયરલ

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ મોટો વિવાદ છે. કાર્યક્રમમાં ભૂત-પ્રેતના નામે મહિલાઓ ધુણવા લાગી હતી અને એક મહિલાએ હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તર્કશીલ લોકોમાં તંત્ર અને આયોજકો સામે ભારે આક્રોશ છે.

ઠાકોર સમાજનો ઐતિહાસિક નિર્ણય, લગ્નમાં બિનજરૂરી ખર્ચ બંધ!

 સુરેન્દ્રનગરના સાયલા ખાતે ચુવાળીયા ઠાકોર સમાજના મહાસંમેલનમાં લગ્નોને સાદગીપૂર્ણ બનાવવા નવું બંધારણ મંજૂર કરાયું છે. મોંઘવારીને પહોંચી વળવા હવે લગ્નમાં ડીજે, ફટાકડા અને વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નિયમ તોડનારને 51 હજારનો દંડ થશે, જે રકમ શિક્ષણમાં વપરાશે.

આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. બે મહિનાથી શાંત પડેલા વર્ગખંડો ફરી ગુંજી ઉઠ્યા છે. અંદાજે 1.15 કરોડ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે પોતાના નવા ધોરણના અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા છે.