Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Supreme Court Denies Evening Bulletin/ SC/ST Act, Paresh Dhanani's Brother Tears Off Youth's Head

VIDEO: EVENING BULLETIN / SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર, પરેશ ધાનાણીના ભાઇએ યુવકનું માથું ફાડી નાખ્યું

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનમાં મંત્રીનું અપહરણ

App Store

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ભરબપોરે પબ્લિક હેલ્થ મંત્રી ફઝલ શકુર ખાનની કારના ટાયર પર ગોળીબાર કરી, અજાણ્યા હથિયારબંધ શખ્સોએ બંદૂકની અણીએ તેમનું અપહરણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ભારતને UNSCમાં સમર્થન

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાની માંગને વધુ બળ મળ્યું છે. વિસેગ્રાડ ગ્રુપના પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિક એમ ચાર યુરોપિયન દેશોએ ભારતને UNSCનું સ્થાયી સભ્ય બનાવવા ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.

SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર

 SC/ST અત્યાચાર નિવારણ કાયદાની જોગવાઈઓને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે જણાવ્યું કે આરોપીઓને ખોટા ઉત્પીડનથી બચાવવા માટે કાયદામાં પહેલેથી જ પૂરતી જોગવાઈઓ અને સુરક્ષા ઉપાયો મોજૂદ છે.

જમુઈની ઘટનાના મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર

બિહારના જમુઈમાં યુવતી સાથે દુર્વ્યવહાર કરનાર મુખ્ય આરોપી નંદન યાદવ સાથે પોલીસનું સામસામે એન્કાઉન્ટર થયું છે. આરોપીએ ગોળીબાર કરતાં પોલીસે સ્વબચાવમાં વળતો ફાયરિંગ કરી તેના પગમાં ગોળી મારી ઝડપી લીધો છે અને અન્ય તમામ આરોપીઓની પણ ધરપકડ કરી લેવાઈ છે.

ત્રણ જિલ્લામાં ભાજપ પ્રમુખ બદલાયા

 સ્થાનિક પંચાયત ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ ભાજપે મોટો નિર્ણય લીધો છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ભરૂચમાં પરેશ લાડ અને ડાંગમાં સુરેશ ચૌધરીને નવા જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપાઈ છે.

પરેશ ધાનાણીના ભાઇએ યુવકનું માથું ફાડી નાખ્યું

અમરેલીના સાવરકુંડલા બાયપાસ પર શહેર કોંગ્રેસ પ્રમુખ અને પરેશ ધાનાણીના ભાઈ સંદીપ ધાનાણીએ ધર્મકુમાર જોશીપુરા નામના યુવક પર ચાની કીટલીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો છે. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.