VIDEO: EVENING BULLETIN / ફ્રાન્સમાં ઇંધણની ગંભીર કટોકટી, કોંગ્રેસ નેતા સાથે 65 લાખની છેતરપિંડી
મોસ્કોમાં ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો
રશિયાની ચૂંટણી વચ્ચે મોસ્કોની મોટી ઓઇલ રિફાઇનરી પર ભીષણ ડ્રોન હુમલો થતાં આગ ફાટી નીકળી છે. ધુમાડાના ગોટેગોટા વચ્ચે રશિયાએ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.
ફ્રાન્સમાં ઇંધણની ગંભીર કટોકટી
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ફ્રાન્સમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ છે. દર 9માંથી 1 પંપ ડ્રાય થઈ ગયો છે અને ડીઝલનો ભાવ 2.39 યુરોને વટાવી જતાં મોંઘવારીનો મોટો માર પડ્યો છે.
રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ
ઈન્દોરમાં 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર પાસે દીવા પ્રગટાવવા માટે પૈસા છે, પરંતુ દીકરીઓની હોસ્ટેલ બનાવવા માટે નહીં.
UGC રોલબેક: સવર્ણ નેતાઓની બેઠક
UGC રોલબેકના વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે સવર્ણ આગેવાનોની બેઠક યોજાઈ. આ બેઠક બાદ સવર્ણ મહાપંચાયત સમિતિએ યોજાનારી મહાપંચાયત હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ કોંગ્રેસ નેતા સાથે 65 લાખની છેતરપિંડી
રાજકોટમાં પ્રદેશ OBC સેલના ચેરમેન મહેશ રાજપૂત સાથે 65 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. હાથ ઉછીના લીધેલા નાણાં 4 વર્ષે પણ પરત ન મળતાં પોરબંદરના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત
રાજ્યમાંથી આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેશે. જોકે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ પવન સાથે હળવા વરસાદની શક્યતા છે.

