Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening Bulletin / US ex-NSA hits out at Pakistan, protests against Minister Jyotiraditya Scindia over road issue, action against gang involved in looting outside Geetamandir

VIDEO: EVENING BULLETIN / USના પૂર્વ NSAનો પાકિસ્તાન પર પ્રહાર, રોડ મુદ્દે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે વિરોધ, ગીતામંદિર બહાર લૂંટ ચલાવતી ગેંગ સામે કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

USના પૂર્વ NSAનો પાકિસ્તાન પર પ્રહાર

App Store

 મક્કા સંરક્ષણ સમજૂતીને લઈને અમેરિકાના પૂર્વ NSA એચ.આર. મેકમાસ્ટરે પાકિસ્તાન અને તુર્કીયેની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે પાકિસ્તાનના ઈરાદા અને આ કરારનો અમલ કરવાની તેની ક્ષમતા પર ખુલ્લેઆમ શંકા વ્યક્ત કરી છે.

અમેરિકન સૈનિકોના મોત પર મોટો દાવો

 અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન સૈનિકોના મોતના આંકડા પર નવો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર, સંરક્ષણ વિભાગના 6 અધિકારીઓએ દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા બાદ ઓછામાં ઓછા 22 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, જે પેન્ટાગોનના સત્તાવાર આંકડા કરતાં વધુ છે.

કાર્બન ઉત્સર્જન પર PM મોદીનો વળતો પ્રહાર

નવી દિલ્હીમાં આબોહવા પરિષદને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે, વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જનનો ખોટો આરોપ મુકાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતનું માથાદીઠ કાર્બન ઉત્સર્જન આજે પણ વૈશ્વિક સરેરાશ કરતાં અડધાથી પણ ઓછું છે.

રોડ મુદ્દે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે વિરોધ

ગુનામાં ગ્રામજનોએ 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા લગાવી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો કાફલો રોકી ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, બોલાચાલી બાદ અડધા કલાકમાં જ મંત્રીએ રસ્તાના નિર્માણ માટે રૂ. 3 કરોડ મંજૂર કરવાની જાહેરાત કરી હતી.

ગીતામંદિર બહાર લૂંટ ચલાવતી ગેંગ સામે કાર્યવાહી

અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક મુસાફરોને ડરાવી-ધમકાવી ખિસ્સા ખંખેરતી ગેંગનો વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. ઝોન-6 પોલીસે વીડિયોના આધારે એક શખસની ઓળખ કરી સમગ્ર ટોળકી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીરજા ગુપ્તા સામે NSUIનો હોબાળો

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તા સામે સરકારી ખર્ચે વિદેશમાં મોંઘી ખરીદી, ભરતી કૌભાંડ અને ગેરરીતિના આક્ષેપો સાથે NSUIએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે તીખી ઝપાઝપી થતાં માહોલ ગરમાયો હતો.