Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Sonia Gandhi's big offer to Mamata Banerjee! Meta to open India's first AI data center in Jamnagar!

EVENING BULLETIN: ભારત-ચીનની કંપનીઓ પર EUના પ્રતિબંધો, મમતા બેનર્જીને સોનિયા ગાંધીની મોટી ઓફર! મેટા જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર!

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હોર્મુઝ નાકાબંધી વચ્ચે ભારતને મોટો ફાયદો

App Store

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ સમુદ્રી માર્ગ બંધ થવા છતાં, ઓઇલ ટેન્કરો રડાર બંધ કરીને ગુપ્ત રીતે ભારત, ચીન અને પાકિસ્તાન સુધી ક્રૂડ ઓઇલ પહોંચાડી રહ્યા છે. ઈરાનના ખાસ રૂટના કારણે ભારતને મોટો ફાયદો થઈ રહ્યો છે. 

ભારત-ચીનની કંપનીઓ પર EU ના પ્રતિબંધો

યુરોપિયન યુનિયને ભારત અને ચીન સહિતના દેશોની 50 કંપનીઓ પર કડક નિકાસ પ્રતિબંધો લગાવી દીધા છે! આ કડક નિર્ણય યુક્રેન યુદ્ધમાં રશિયાને મળતા સંરક્ષણ સંસાધનો અને ફંડિંગને રોકવા માટે લેવામાં આવ્યો છે.

મમતા બેનર્જીને સોનિયા ગાંધીની મોટી ઓફર!

બંગાળમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયુ છે. 58 ધારાસભ્યો અને 20 સાંસદો અલગ થતાં હવે સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને TMCનું કોંગ્રેસમાં વિલય કરવાની મોટી ઓફર આપી છે, જેના બદલામાં તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ મળી શકે છે. આ સિવાય તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને પાર્ટીના મહાસચિવનું પદ આપવાની ઓફર આપી છે. 

 ગુજરાતમાં CM ઓફિસ અને RSS કચેરીને બોમ્બની ધમકી

ગુજરાતમાં મુખ્યમંત્રી ઓફિસ, RSS કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. તમામ સંવેદનશીલ સ્થળો પર કડક ચેકિંગ સાથે હાઈ-એલર્ટ જાહેર કરાયું છે.

સયાની ઘોષ સહિત 20 સાંસદોનો બળવો

બંગાળના રાજકારણમાં મોટો આંતરિક વિવાદ સામે આવ્યો છે. ધારાસભ્યો બાદ હવે TMCના સંસદીય દળમાં મોટો બળવો કન્ફર્મ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના વિવાદાસ્પદ 'કાબા અને મદીના' વાળા ગીતથી ભારે ચર્ચામાં આવેલા જાદવપુરના ફાયરબ્રાન્ડ મહિલા સાંસદ સયાની ઘોષ સહિત ટીએમસીના 20 સાંસદોએ બળવો પોકાર્યો છે. 

મેટા જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર!

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની 'મેટા' ભારતમાં તેનું સૌથી પહેલું AI ડેટા સેન્ટર જામનગરમાં સ્થાપવા જઈ રહી છે. માર્ક ઝુકરબર્ગના સુપરઇન્ટેલિજન્સ વિઝનને પૂરું કરવા માટે મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મોટી ભાગીદારી કરી છે!

શંકરાચાર્ય પર આરોપ લગાવનાર પોતાના નિવેદનથી ફરી ગયા

ધાર્મિક જગતમાં મોટો ખુલાસો થયો છે.  શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી પોતાના નિવેદનથી ફરી ગયા છે. તેમણે સ્વીકાર્યું કે આ કેસ નકલી હતો અને તેમણે રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો

ભરૂચની મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો દાવો!

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે.  સંતસમાજના મુક્તાનંદ સ્વામીએ મસ્જિદના ભોંયરામાં પ્રાચીન મૂર્તિઓ અને કોતરણીવાળી શીલા હોવાનો સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે, જોકે ASI દ્વારા હજુ સત્તાવાર પુષ્ટિ બાકી છે.