Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : American helicopter crash near Iran border, American visa will be available now!

EVENING BULLETIN: ઈરાન સરહદ નજીક અમેરિકન હેલિકોપ્ટર ક્રેશ, અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! ગુજરાતમાં વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાન સરહદ નજીક અમેરિકન હેલિકોપ્ટર ક્રેશ

App Store

હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકન સેનાનું એક શક્તિશાળી અપાચે ગનશિપ હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. તણાવ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનામાં ટ્રમ્પના દાવા મુજબ બંને પાયલોટ સુરક્ષિત છે, જ્યારે ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! 

અમેરિકા જવા ઇચ્છુકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુએસ સરકારના નવા પાયલટ પ્રોગ્રામ હેઠળ $750ની પ્રીમિયમ ફી ચૂકવીને માત્ર 10 દિવસમાં વિઝા ઇન્ટરવ્યૂ સ્લોટ મેળવી શકાશે.

 TMCના બળવાખોર સાંસદો પર કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદના પ્રહારો

TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને 'ગદ્દાર' કહી પ્રહારો કર્યા અને આક્ષેપ કર્યો કે તેઓ સત્તા અને બંગલા માટે ભાજપના ઈશારે રમી રહ્યા છે.

લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી ખતમ

કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન દ્વારા લક્ષદ્વીપમાં છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલી દારૂબંધી સત્તાવાર રીતે રદ કરી છે. માલદીવ્સને ટક્કર આપવા અને પ્રવાસનને વેગ આપવા લેવાયેલા આ નિર્ણયમાં સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ટેક્સનું પ્રમાણ ઊંચું રખાયું છે, જેમાં વિદેશી દારૂ પર 400%, બિયર પર 200% અને વાઇન પર 80% એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે.

સુરત ડિમોલિશન કૌભાંડ

સુરતના નાસિર નગરમાં બિલ્ડરોના ફાયદા માટે 100થી વધુ ગરીબોના મકાન તોડવાના વિવાદ વચ્ચે ડેપ્યુટી સીએમ દિલ્હી પહોંચ્યા છે અને સીએમ પણ રવાના થશે. આગામી બે દિવસ દરમિયાન દિલ્હીમાં યોજાનારી બેઠકમાં સુરત ભૂતિયા ડિમોલિશન મુદ્દે ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે.

 ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, જ્યારે 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ચોમાસું આગળ વધશે.

મહારાષ્ટ્રમાં ત્રિપલ અકસ્માત

અમલનેર-ધુલે રોડ પર એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં સગાઈના પ્રસંગે જઈ રહેલા ગુજરાતી પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત નીપજ્યાં છે. 

 અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્ટ સાથે ઠગાઈ

અમદાવાદના ગોતા વિસ્તારમાં કન્સલ્ટન્સી ચલાવતા એક વિઝા કન્સલ્ટન્ટ પોતે જ ઠગાઈનો શિકાર બન્યા છે. ગાંધીનગરના પિતા-પુત્ર અને સસરાની ત્રિપુટીએ કેનેડાની વર્ક પરમિટ અને નકલી LMIA લેટર આપવાની લાલચ આપી કન્સલ્ટન્ટ પાસેથી કટકે-કટકે ₹98.15 લાખ પડાવી લીધા હતા, જે અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.