Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : All Indians ordered to leave Iran, Mamata Banerjee accuses BJP in India alliance meeting

EVENING BULLETIN: તમામ ભારતીયોને ઈરાન છોડવા આદેશ, ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીનો ભાજપ પર આક્ષેપ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ઇશ્ક કરો પાર્ટી

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમામ ભારતીયોને ઈરાન છોડવા આદેશ

App Store

મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ, ઈરાન અને યમન વચ્ચે ભયંકર મિસાઈલ યુદ્ધ શરૂ થતાં સ્થિતિ ચિંતાજનક થઈ છે.  ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી જાહેર કરીને ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા અને ત્યાંનો પ્રવાસ ન કરવા કડક સૂચના આપી છે.

ટ્રમ્પનો લાઈવ ઇન્ટરવ્યૂમાં હંગામો

ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર પુરાવા માંગતા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાઈવ ઇન્ટરવ્યૂમાં એન્કર પર ગુસ્સે થયા અને મીડિયાને અપ્રમાણિક કહીને, માઈક હટાવી તેઓ અધવચ્ચેથી જ ઇન્ટરવ્યૂ છોડી ચાલ્યા ગયા.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ઇશ્ક કરો પાર્ટી

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ 'ઇશ્ક કરો પાર્ટી' નામે નવો પક્ષ શરૂ કર્યો છે! ગરીબી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવવા બનેલી આ પાર્ટીમાં જોડાવા માટે તેમણે CJP આંદોલનના લોકોને અપીલ કરી છે, ટૂંક સમયમાં જ આ પક્ષની સત્તાવાર વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે.

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે I.N.D.I.A. બ્લોકની બેઠક હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા છે. આ બેઠકમાં મમતા બેનર્જીએ ચૂંટણીમાં ધાંધલધમાલ અને SIRથી ભાજપને ફાયદો થયો હોવાના આક્ષેપ કર્યા છે. 

TMCનો 'પુષ્પા' ઝડપાયો

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં EVM છેડછાડ અને મતદારોને ડરાવવાના કેસમાં વોન્ટેડ તૃણમૂલ કોંગ્રેસના નેતા જહાંગીર ખાન ઉર્ફે 'પુષ્પા'ની ધરપકડ કરવામાં આવી છે.  દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં રહેલા આ નેતાને STFએ સરહદ પરથી ઝડપી પાડ્યો છે. 

 બાગેશ્વર ધામ અંગે ફરી વિવાદ

રાજકોટમાં સહકારી આગેવાન પુરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને મીડિયા ચેલેન્જ અંગે નવી પોસ્ટ કરતા વિવાદ જાગ્યો છે. અંધશ્રદ્ધાના આક્ષેપો વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની

વિસનગરમાં ભાજપ નેતાનો આપઘાત

મહેસાણાના વિસનગરથી ચોંકાવનારા સમાચાર! વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-૧ ના ભાજપના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા રાજકીય આલમમાં શોક વ્યાપી ગયો છે.