Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Indian youth murdered in America, Telangana CM's controversial statement

EVENING BULLETIN: અમેરિકામાં ભારતીય યુવકની હત્યા, તેલંગાણાના CMનું વિવાદાસ્પદ નિવેદન, સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદની આગાહી 

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકામાં ભારતીય યુવકની હત્યા

App Store

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં તેલંગાણાના અંશુલ કુંચા નામના યુવકની ઘાતકી હત્યા કરાઈ છે. એક સુનિયોજિત કાવતરા અંતર્ગત, 'ફેક' પિત્ઝા ડિલિવરીનો ઓર્ડર આપીને જાળમાં ફસાવી અંશુલને ગોળી મારી દેવામાં આવી હતી.

 TMC નેતાની ધરપકડ

પશ્ચિમ બંગાળના હાવડામાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની અનોખી ધરપકડનો વીડિયો વાયરલ થયો છે. પોલીસથી બચવા નેતાજી કપડાની દુકાનમાં સાડીઓના ઢગલા નીચે છુપાયા હતા, પરંતુ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા.

 તેલંગાણા CMનું વિવાદાસ્પદ નિવેદન

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ દાવો કર્યો છે કે તેમણે એજન્સીનું નામ 'HYDRAA' હિટલરના મનપસંદ શબ્દથી પ્રેરિત થઈને રાખ્યું છે. આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપે ઉગ્ર વાંધો ઉઠાવી માફીની માંગ કરી છે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેશે અને અમદાવાદમાં તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.

ભાજપ મહિલા નેતાનું મોત

મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઘર બહાર થઈ રહેલો ઝઘડો જોવા માટે લાયસન્સવાળી પિસ્તોલ સાથે બહાર આવેલા ભાજપના મહિલા નેતા સંગીતા રજકનું પોતાની જ લાયસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મિક રીતે ગોળી છૂટી જતાં કરૂણ મોત નીપજ્યું છે. 

ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી 4ના મોત

ડાયમંડ સિટી સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી કરૂણ મોત નીપજ્યા છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક બસ, કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ ત્રિપલ અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય ૫ ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.