Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Shreyas captain, Vaibhav included in the team for T20, G. S. Malik becomes the new DGP of the state

EVENING BULLETIN: T20 માટેની ટીમમાં શ્રેયસ કેપ્ટન, વૈભવ સામેલ, જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP

App Store

ગુજરાતના પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા એટલે કે DGPતરીકે નિયુક્ત કર્યા છે. ગૃહ વિભાગે  આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે

T20 માટેની ટીમમાં શ્રેયસ કેપ્ટન, વૈભવ સામેલ

BCCIની મેન્સ સેલેક્શન પેનલ દ્વારા આજે મુંબઈ હેડક્વાર્ટરમાં મળેલી મહત્ત્વની બેઠક બાદ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પહેલા સૂર્યકુમાર યાદવને કૅપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને  શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે.

યુદ્ધ ખતમ કરવાનો પુતિનનો ઇનકાર!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ખતમ કરવાના તમામ પ્રયાસો પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. પુતિને કહ્યું કે ઝેલેન્સ્કી ઈમાનદાર નથી અને અત્યારે આ મુલાકાતનો કોઈ અર્થ નથી. 

 ખાન સરે સરેન્ડર કર્યું

બિહારની રાજધાની પટણામાં આવેલી પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 'ખાન ગ્લોબલ સ્ટડીઝમાં થયેલી તોડફોડ અને કથિત ફાયરિંગના મામલે હવે કાનૂની ગરમાવો આવી ગયો છે. આ કેસમાં પટણા પોલીસ દ્વારા એફઆઈઆર નોંધાયા બાદ,ખાન સર આત્મસમર્પણ કરવા માટે પટણાની સિવિલ કોર્ટમાં પહોંચ્યા હતા. 

તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં...', અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર

કોકરોચ જનતા પાર્ટી' ના વિરોધ પ્રદર્શનમાં એકઠા થયેલા દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રેચ્ચાર કરીને હોબાળો મચાવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન અભિજિત દીપકેએ ગર્જના કરી કે, 'તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, અમને નહીં!' દેખાવકારોએ ધર્મની રાજનીતિ બંધ કરવાની ચેતવણી સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરી છે!

 સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચારથી હોબાળો

ઓપરેશન બ્લુ સ્ટારની 42મી વરસી પર અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં હોબાળો થયો.  શ્રી અકાલ તખ્ત સાહિબ નજીક એકઠા થયેલા લોકોએ ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવ્યા અને 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કર્યા, જેનાથી વાતાવરણ ગરમાયું છે."

વીઆઈપી બંદોબસ્તમાં રીલ બનાવનાર TRB જવાન ડિસમિસ!

સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા ભારે પડી! સુરતમાં પીએમ મોદીના વીઆઈપી બંદોબસ્ત દરમિયાન 'અંડર કવર ઓફિસર' હોવાની રીલ બનાવનાર TRB જવાન પ્રભાતસિંહને ટ્રાફિક ડીસીપીએ તાત્કાલિક ફરજ પરથી ડિસમિસ કરી દીધા છે. ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે  સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. 

 અમદાવાદના મોટેરામાં મોટું ડિમોલિશન!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટેરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ વિરુદ્ધ એક મોટી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.  ઉત્તર પશ્ચિમ ઝોનની ટીમે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જાહેર રસ્તા અને સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો અને દુકાનોના શેડ તોડી પાડ્યા હતા.