Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Big blow to Trump, rain alert in 17 states, ST employees' agitation

AFTERNOON BULLETIN: ટ્રમ્પને મોટો ઝટકો, 17 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, એસટી કર્મચારીઓનું આંદોલન

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ટ્રમ્પને મોટો ઝટકો

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહે ઈરાન સામે યુદ્ધ રોકવા અને મંજૂરી વિના સૈન્ય પગલાં લેવાની રાષ્ટ્રપતિની સત્તા પર અંકુશ લગાવતો પ્રસ્તાવ પાસ કર્યો છે."

રાજૌરીમાં સર્ચ ઓપરેશન

 "જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગાઢ જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીને પગલે ભારતીય સેના અને પોલીસે મોટું સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકી ઠેકાણાઓને શોધવા માટે ડ્રોન અને આધુનિક ઉપકરણોની મદદ લેવાઈ રહી છે."

17 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળ અને તમિલનાડુમાં દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમનની સાનુકૂળ સ્થિતિ વચ્ચે દેશના ૧૭ રાજ્યોમાં આંધી-વંટોળ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે."

એસટી કર્મચારીઓનું આંદોલન

ગુજરાત એસટીના ખાનગીકરણ અને કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ૧૮થી ૨૫ જૂન સુધી આંદોલનનું એલાન કરાયું છે. એસટી કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી, બસ ડેપો બહાર રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરશે."

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચલાવવામાં આવેલા 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ૫૩ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ૨૮૦થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે."

વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો મૃતદેહ મળ્યો

અમદાવાદના ધોળકા તાલુકામાં નર્મદા કેનાલના પાળા પરથી એક શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. પુરાવાનો નાશ કરવાના ઈરાદે મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે."

ઘાટલોડિયામાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ

મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયાના ગોતા અને થલતેજમાં દૂષિત પાણીના કારણે ૧૦૦૦થી વધુ લોકો બીમાર પડ્યા છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે અને ગંભીર દર્દીઓને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે."