Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Petrol-diesel prices may increase, drone attack at Kuwait airport

EVENING BULLETIN: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે શકે છે વધારો, કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલો, ગુજરાતમાં 7 દિવસ વરસાદી માહોલ,

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે શકે છે વધારો 

App Store

દુનિયાભરમાં આગામી 2 થી 3 અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. ઈરાન-અમેરિકા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ઠપ્પ થતાં વૈશ્વિક બજારમાં તેલની ભયંકર અછત સર્જાઈ છે."

કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલો

કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર ભીષણ ડ્રોન હુમલો થયો છે. ઈરાનના આ કથિત આક્રમણમાં એરપોર્ટ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. 

દિલ્હી હોટલમાં આગ, 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો 

દિલ્હીના માલવીય નગરમાં આવેલી ‘ફ્લોરિશ સ્ટે’ હોટલમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી. આ કાળમુખી આગમાં 21 લોકોના કરૂણ મોત થયા છે, જેમાં મોટાભાગના વિદેશી નાગરિકો છે."

 ગુજરાતમાં 7 દિવસ વરસાદી માહોલ

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત બે સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. બીજી તરફ, 4 જૂને ચોમાસું કેરળ બેસે તેવી પૂરી શક્યતા છે."

સીએમના મતવિસ્તારમાં રોગચાળો

અમદાવાદના ઘાટલોડિયામાં ગટર અને પીવાનું પાણી મિક્સ થતાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આકાંક્ષા એપાર્ટમેન્ટના 40થી વધુ રહીશો હોસ્પિટલમાં છે, જ્યાં સોસાયટીમાં જ હવે હોસ્પિટલ ઊભી કરાઈ છે."

પૂર્વ કચ્છમાંથી 35 બાંગ્લાદેશી ઝડપાયા

ગેરકાયદે રહેતા વિદેશીઓને પકડવા પૂર્વ કચ્છ પોલીસે મોડી રાત્રે મેગા ડ્રાઈવ યોજી હતી. LCB અને SOGના દરોડામાં અલગ-અલગ વિસ્તારોમાંથી 35 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે."

 ઓનલાઈન ઠગાઈ પર સુરત પોલીસનો સપાટો

સુરતમાં ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ હેઠળ ઓનલાઈન ફ્રોડના એકસાથે 40 કેસ નોંધાયા છે. કરોડોની ઠગાઈ મામલે પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે."