Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Israel occupies Lebanon's Beaufort Castle, CBSE admits flaws in OSM portal

EVENING BULLETIN: લેબેનોનના 'બ્યુફોર્ટ કેસલ પર ઈઝરાયલનો કબજો, CBSEએ OSM પોર્ટલ પરની ખામીઓ સ્વીકારી

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

લેબેનોનના 'બ્યુફોર્ટ કેસલ પર ઈઝરાયલનો કબજો

App Store

મિડલ ઈસ્ટના યુદ્ધમાં મોટો વળાંક! દક્ષિણ લેબેનોનમાં ઘૂસીને ઈઝરાયલી સેનાએ પહાડી પર આવેલા ઐતિહાસિક 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો જમાવી લીધો છે. ૨૬ વર્ષ બાદ ઈઝરાયલની આ સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે."

અમેરિકી ડ્રોન તોડી પાડવાનો ઈરાનનો દાવો 

ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ! ઇરાનનો દાવો છે કે તેની સરહદમાં ઘૂસેલા અમેરિકી MQ-1 ડ્રોનને મિસાઇલથી તોડી પાડ્યું છે. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે તેમને કરારની ઉતાવળ નથી, તેઓ ધીમે-ધીમે શરતો મનાવી રહ્યા છે."

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ચરમસીમાએ! 

અભિષેક બેનરજી બાદ હવે હુગલીમાં TMC સાંસદ કલ્યાણ બેનરજી પર હુમલો થયો છે. આવેદનપત્ર આપવા જતી વખતે થયેલી મારપીટમાં નેતાના માથામાં ડ્યૂક બોલ વાગતાં તેઓ લોહીલુહાણ થયા છે."

CBSE ઓનમાર્ક પોર્ટલ વિવાદ; પોર્ટલ ખામી પર CBSEનો સ્વીકાર

OSM પોર્ટલ વિવાદમાં CBSE એ મૌન તોડ્યું! બોર્ડે સત્તાવાર રીતે સુરક્ષા ખામીઓ સ્વીકારી લીધી છે. સરકારી એજન્સીઓ અને IIT ના સાયબર એક્સપર્ટ્સની ટીમે ખામીઓ સુધારીને હવે પોર્ટલને વધુ સુરક્ષિત સેટઅપ પર શિફ્ટ કર્યું છે."

સૂર્યાના હત્યારા અસદનું એન્કાઉન્ટર

ગાઝિયાબાદના ચકચારી સૂર્યા ચૌહાણ હત્યાકાંડમાં પોલીસે મોટું એક્શન લીધું છે! મોડી રાત્રે પોલીસ સાથે થયેલી આમને-સામને અથડામણમાં મુખ્ય આરોપી અસદ માર્યો ગયો છે. ૨૮ મેના રોજ અસદે સૂર્યાની ચાકુ મારી કરપીણ હત્યા કરી હતી."

મુંબઈમાં ધોધમાર વરસાદ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં  વીજળીના કડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ વડાલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે."

ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ૬ દિવસ વરસાદી માહોલ રહેશે! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ૩ સિસ્ટમ સક્રિય થતાં પવન અને કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં સાંજે માહોલ પલટાશે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે."

અડાસ બ્રિજ ધરાશાયી થતાં તપાસનો ધમધમાટ

આણંદના અડાસમાં કરોડોના ખર્ચે બનતો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી! હાઇટેક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું તે માટે વડોદરા DRM એ સ્પેશિયલ ટેકનિકલ કમિટી બનાવી છે અને અન્ય તમામ ચાલુ બ્રિજના સેફ્ટી ઓડિટના આદેશ આપ્યા છે."

અમદાવાદમાં અશ્લીલ તસવીરો અપલોડ કરીને વિદ્યાર્થિનીને કરી બ્લેકમેલ

નવરંગપુરાની કોલેજિયન યુવતીનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરાયા. 'વાત નહીં માને તો વાઈરલ કરી દઈશ' તેવી ધમકી મળતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ."

વલસાડમાં આંદોલનના ભણકારા

વલસાડના ભીલાડમાં અંડરપાસ મુદ્દે જનતાનો આક્રોશ! છેલ્લા ૪ વર્ષથી માત્ર વાયદા જ મળતાં અને રેલવે તંત્ર દ્વારા જાહેર કરેલી તારીખે પણ માર્ગ ખુલ્લો ન થતાં વચનભંગથી નારાજ સ્થાનિકો હવે મોટા આંદોલનની તૈયારી કરી રહ્યા છે."