Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : India to launch Operation Sindoor 2.0; US to make U-turn on green card

Evening Bulletin: ભારત કરશે ઓપરેશન સિંદૂર 2.0! અમેરિકાનો ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન, Gujaratમાં આગામી 4 જૂન સુધી ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 આર્મી ચીફના મોટા સંકેત: ભારત કરશે 'ઓપરેશન સિંદૂર 2.0'!

App Store

પાકિસ્તાનની નાપાક હરકતોનો હિસાબ ચૂકતે કરવા ઇન્ડિયન આર્મી તૈયાર! આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંકેત આપ્યા છે કે, પહલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ત્રણેય સેનાઓ 'ઓપરેશન સિંદૂર 2.0' માટે એકજૂટ છે."
 
ભારતીયો માટે મોટી રાહત: અમેરિકાનો ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન!

અમેરિકા જનારાઓ માટે ખુશખબર! ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડના કડક નિયમો પર મોટો યુ-ટર્ન લીધો છે. હોમલેન્ડ સિક્યોરિટીની સ્પષ્ટતા અનુસાર, હવે પ્રક્રિયા દરમિયાન અરજદારોએ અમેરિકા છોડવું નહીં પડે, જેનાથી ભારતીયોને મોટો ફાયદો થશે!"

સગીરાના જાતીય શોષણ મામલે અમેરિકામાં ગુજરાતી યુવકને 10 વર્ષની જેલ!

અમેરિકાના નેબ્રાસ્કામાં ગુજરાતના 27 વર્ષીય યુવક કવનકુમાર પટેલને કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ યુવક પર એક સગીર બાળકીનું શારીરિક શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગંભીર ગુનાઓ સાબિત થયા છે."


દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું ISIનું કાવતરું, 9 આતંકી ઝડપાયા!

દેશની રાજધાની દિલ્હીને હચમચાવવાનું ISIનું મોટું કાવતરું નિષ્ફળ! પોલીસે મુંબઈ અંડરવર્લ્ડ અને દાઉદ ઇબ્રાહિમ સાથે કનેક્શન ધરાવતા 9 ખતરનાક આતંકીઓની ધરપકડ કરી લીધી છે, જે પાવરફુલ લોકેશન્સ પર હુમલાની ફિરાકમાં હતા."

રાજસ્થાનમાં કુદરતનો પ્રકોપ: રેતીના વાવાઝોડાને લીધે બપોરે છવાયો અંધારપટ

રાજસ્થાનમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. ચુરુ અને શ્રીગંગાનગરમાં લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા રેતીના વાવાઝોડાએ સૂર્યપ્રકાશને પણ ઢાંકી દીધો. બપોરે લગભગ 2 વાગ્યે જ એવો અંધારપટ છવાઈ ગયો કે વાહનચાલકોને દિવસ દરમિયાન પણ વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી.

ગુજરાતમાં આગામી 4 જૂન સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી!

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જામશે! હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 4 જૂન સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જે અમદાવાદમાં યોજાનારી IPL ફાઇનલમાં પણ વિઘ્ન બની શકે છે."

4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલ!

ગાંધીનગરમાં 4 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમ રામનીત યાદવને કોર્ટે કડક સજા ફટકારી છે. આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા અને પીડિતાને 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે."

રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અધિકારીઓ પર લાલઘૂમ: કહ્યું - "લોકોને મૂરખ બનાવવાનું બંધ કરો"

સુરતના કામરેજમાંદબાણો અને સુડા વિભાગની નબળી કામગીરી જોઈને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અધિકારીઓ પર ભડક્યા હતા અને કહ્યું કે 'લોકોને મૂરખ બનાવવાનું બંધ કરો'. તેમણે કામચોર સરપંચને સસ્પેન્ડ કરવાની પણ ચેતવણી આપી છે."

નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા 'આપ' પ્રમુખ ઝડપાયો!

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઈમે વડોદરા 'આપ' ના પ્રમુખ અશોક ઓઝા સહિત બે લોકોની અટકાયત કરી છે."

15 વર્ષના વૈભવ સૂર્યવંશીના હેડ કોચ સંગાકારાએ કર્યા વખાણ!

માત્ર 15 વર્ષની ઉંમરે રેકોર્ડબ્રેક પ્રદર્શન કરનાર આ બેટ્સમેનની પ્રશંસા કરતા રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારાએ કહ્યું કે, વૈભવ કોઈપણ આંતરરાષ્ટ્રીય પડકાર માટે તૈયાર છે અને ટૂંક સમયમાં જ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળશે!"