Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Uncontrolled bus hits vehicles in America, CNG prices increase, Aravalli's atmosphere changes

NEWS AFTERNOON: અમેરિકામાં બેકાબૂ બસે વાહનોને લીધા અડફેટે, CNGના ભાવમાં વધારો, અરવલ્લીના વાતાવરણમાં આવ્યો પલટો

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

1. અમેરિકાના વર્જિનિયામાં ગમખ્વાર અકસ્માત, 5 લોકોના કરુણ મોત

App Store

અમેરિકાના વર્જિનિયામાં ઇન્ટરસ્ટેટ-95 પર બેકાબૂ બસે 6 વાહનોને જોરદાર ટક્કર મારી. ટ્રાફિકના લીધે વાહનો ધીમા પડતાં સર્જાયેલા આ અકસ્માતમાં 5ના મોત અને 34 લોકો ઈજાગ્રસ્ત થયા.

2. મુંબઈમાં CNGના ભાવમાં વધારો ઝીંકાયો

મુંબઈમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરાયો. નવો ભાવ લાગુ થતાં રિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનચાલકોના ખિસ્સા પર બોજ વધશે, સાથે જ ભાડાં વધવાની પણ આશંકા છે.

3. દિલ્હીમાં ભીષણ ગરમી વચ્ચે પાણીની ભારે તંગી

દિલ્હીમાં પારો 45 ડિગ્રીને પાર થતાં પાણીની કટોકટી સર્જાઈ છે. યમુના નદીનું જળસ્તર ઘટતાં પુરવઠો ખોરવાયો છે, અને ટેન્કરો પાછળ લોકોની લાંબી લાઈનોના દૃશ્યો સામે આવ્યા છે.

4. રાજકોટમાં નજીવી બાબતે ભારે મારામારીની ઘટના

રાજકોટના લોધાવાડ ચોક નજીક નાસ્તાની લારી પર ઓર્ડર મોડો આપવા બાબતે બે યુવકો વચ્ચે ઉગ્ર બબાલ થઈ. બંને પક્ષો વચ્ચે થયેલી મારામારીના દૃશ્યો CCTVમાં કેદ થયા છે, સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

5. દાદરા નગર હવેલીની ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ

દાદરા નગર હવેલીની વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સમાં વિકરાળ આગ લાગી. આગે બાજુની કંપનીને પણ ઝપેટમાં લીધી. 5 ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ 95 ટકા આગ પર કાબૂ મેળવ્યો.

6. અરવલ્લીના વાતાવરણમાં પલટો, હળવા વરસાદી ઝાપટાં પડ્યાં

અરવલ્લી જિલ્લાના મોડાસા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હળવા વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે.

7. સુરેન્દ્રનગરમાં તળાવમાંથી મળી યુવકની લાશ

સુરેન્દ્રનગરના ખોડું ગામના તળાવમાંથી રમેશ પારઘી નામના યુવકનો મૃતદેહ મળ્યો. સુસાઈડ નોટમાં 5 પોલીસકર્મી સહિત 15 લોકો પર બ્લેકમેઈલિંગનો આરોપ. DYSPએ તપાસ શરૂ કરી.

આજના દિવસનો ઈતિહાસ:

આજના દિવસે વર્ષ 1968માં ભારતના મહાન રેસલર દારા સિંહે અમેરિકાના લૂ થેઝ નામના ખેલાડીને હરાવીને 'વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ'માં ઐતિહાસિક જીત મેળવી હતી.

આજનો સુવિચાર:

"સફળતા એ કોઈ નસીબ નથી, તે તમારા પરિશ્રમ અને સંકલ્પનું પરિણામ છે."