Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : News afternoon /  Chandigarh Terrorist Conspiracy: Pakistan Connection Irrespective, Fraudster Caught in the Name of Religion

VIDEO: NEWS AFTERNOON /  ચંદીગઢ આતંકી કાવતરું: પાકિસ્તાન કનેક્શન છતું, ધર્મના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 ચંદીગઢ આતંકી કાવતરું: પાકિસ્તાન કનેક્શન છતું

App Store

ચંદીગઢના સેક્ટર-43 બસ ટર્મિનલ પાસેથી પોલીસે 5 કિલો જિલેટિન અને હથિયારો સાથે ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં તેઓ પાકિસ્તાન બેઠેલા ખાલિસ્તાની આતંકી નેટવર્ક અને બબ્બર ખાલસા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

કચરાનો પહાડ ધસતાં 30ના મોત

આફ્રિકન દેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે વરસાદના કારણે કચરાનો વિશાળ પહાડ ધસી પડ્યો છે. કાટમાળ નીચે અનેક ઝૂંપડીઓ દટાઈ જતાં ૩૦ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે કાટમાળ હટાવી બચેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ક્લોરિન ગેસ ગળતરથી 30થી વધુ બીમાર

મહારાષ્ટ્રના નાગપુરમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં અચાનક ક્લોરિન ગેસ લીક થતાં ભારે અફરાતફરી મચી ગઈ. ગેસની ઝપેટમાં આવતા ૨૫થી વધુ સ્થાનિકો અને ૧૦ જેટલા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી ૫ દર્દીઓની હાલત ગંભીર હોવાથી ICUમાં સારવાર હેઠળ છે.

NICUમાં આગથી 3 નવજાતના મોત

મહારાષ્ટ્રના અમરાવતીની જિલ્લા સ્ત્રી હોસ્પિટલના NICU વોર્ડમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતાં ૩ નવજાત શિશુઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૬ બાળકો ઘાયલ થયા છે. સ્ટાફે ૩૯ બાળકોને બચાવી લીધા હતા. ઘટનાને પગલે હોસ્પિટલની ફાયર સેફ્ટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ધર્મના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

રાજકોટના ગોંડલમાં ગ્રામ્ય LCB પોલીસે કૈલાસ બાગ સોસાયટીમાંથી રોહિત સોજીત્રા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી ધાર્મિક કાર્યક્રમો અને લકી ડ્રો ટિકિટના નામે લોકોને આકર્ષક ઇનામોની લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દીપડાના હુમલામાં વૃદ્ધા ઇજાગ્રસ્ત

નવસારીના વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે ઘરના વાડામાં કામ કરી રહેલા મણીબેન પટેલ પર દીપડાએ અચાનક જીવલેણ હુમલો કર્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા છે. દીપડાના આતંકને ડામવા વન વિભાગે પાંજરું ગોઠવી લોકોને રાત્રે બહાર ન નીકળવા તાકીદ કરી છે.