VIDEO: NEWS AFTERNOON / કેનેડાના ગુરુદ્વારામાં હુમલો, પેપર લીક મુદ્દે કોંગ્રેસ સતર્ક, લઠ્ઠાકાંડ બાદ ગૃહમંત્રીના રાજીનામાની માંગ
કેનેડાના ગુરુદ્વારામાં હુમલો
કેનેડાના એડમન્ટન સ્થિત નાનકસર ગુરુદ્વારામાં એક અજાણ્યા શખ્સે ઘૂસીને બે શ્રદ્ધાળુઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો; પીએમ માર્ક કાર્નીએ આ હિંસક ઘટનાને અત્યંત ભયાનક ગણાવી છે.
રશિયા-જાપાન વચ્ચે તણાવ
વિવાદિત કુરિલ ટાપુઓ પાસે રશિયાએ ન્યૂક્લિયર સબમરીન અને ગાઇડેડ મિસાઇલો સાથે મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી એન્ટી-શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ કરતાં જાપાને સખત વાંધો નોંધાવ્યો છે.
પેપર લીક મુદ્દે કોંગ્રેસ સતર્ક
દેશભરમાં પેપર લીક અને પરીક્ષા ગેરરીતિ સામે વિદ્યાર્થીઓના વધતા આંદોલનને જોતાં, ભાજપને ઘેરતી કોંગ્રેસ ખુદ પોતાના શાસિત રાજ્યોમાં નિશાન ન બને તે માટે સાવચેતીના પગલાં ભરવા લાગી છે.
અલ-નીનો અંગે ભયાનક ચેતવણી
બ્રિટિશ હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષનો અલ-નીનો સદીનો સૌથી તાકાતવર સાબિત થઈ શકે છે; 2027માં અસહ્ય ગરમી વૈશ્વિક સ્તરે જૂના તમામ રેકોર્ડ તોડી નાખશે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.
લઠ્ઠાકાંડ બાદ ગૃહમંત્રીના રાજીનામાની માંગ
ભાવનગરના વરતેજ લઠ્ઠાકાંડમાં 8ના મોત બાદ 4 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે; બીજી તરફ આપ નેતાઓએ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.
મહેસાણામાં ધરણાં બાદ ફરિયાદ
મહેસાણાની શિવ વાટિકામાં દીકરીના સાસરે ગયેલી માતા પર થયેલા હુમલા અને દુર્વ્યવહાર મામલે પાટીદાર સમાજના ઉગ્ર ધરણાં બાદ આખરે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

