Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Russia's big air attack on Kiev, crane falls on railway power line, CJP activists protested by villagers

VIDEO: NEWS AFTERNOON / રશિયાનો કીવ પર મોટો હવાઈ હુમલો, રેલવેની વીજ લાઇન પર ક્રેન પડી, CJPના કાર્યકરોનો ગ્રામજનો દ્વારા વિરોધ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રશિયાનો કીવ પર મોટો હવાઈ હુમલો

App Store


રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન વડે ભયાનક હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ૧૬ નાગરિકોના મોત થયા છે. હવાઈ હુમલાના વધતા દબાણ વચ્ચે પ્રમુખ ઝેલેન્સ્કીએ વિશ્વના દેશો સમક્ષ તાત્કાલિક પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર ડિફેન્સ સિસ્ટમ મોકલવા અપીલ કરી છે.


રેલવેની વીજ લાઇન પર ક્રેન પડી

મુંબઈના કુરલામાં MMRDAની એક મોટી ક્રેન ટ્રેનની ઓવરહેડ વીજ લાઇન અને નજીકની ઝૂંપડીઓ પર ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માલગાડીની લાઇન હોવાથી ટ્રેન વ્યવહારને ખાસ અસર થઈ નથી.

CJPના કાર્યકરોનો ગ્રામજનો દ્વારા વિરોધ

જયપુરના બગરૂમાં ભેંસોના તબેલામાં ચાલતી સરકારી શાળાની મુલાકાતે પહોંચેલા CJP ના કાર્યકરોનો ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ આશુતોષ રાંકા સહિતના કાર્યકરો સાથે મારપીટ કરી ભગાડી મૂક્યા હતા અને ત્યારબાદ CJP સામે ધરણા પર બેસી ગયા હતા.

હોસ્પિટલ નજીક દીપડો દેખાતાં ફાળ

દાહોદ નજીક આવેલા રળીયાતી ગામે અર્બન હોસ્પિટલ પાછળ દીપડો તેના બચ્ચા સાથે દેખાતાં લોકોમાં ભય ફેલાયો છે. ખેતરોમાંથી દીપડાના પગલાંના નિશાન મળ્યા છે. ગ્રામજનોએ જાણ કરતાં વન વિભાગે રાત્રે જ શોધોખોળ શરૂ કરી એલર્ટ જાહેર કર્યું છે.

રાજકોટમાં પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

રાજકોટ SOG પોલીસે દરોડો પાડી પારસ ઉર્ફે 'પારલેજી' પરમારને રૂ.૪૦,૦૦૦ની દેશી પિસ્તોલ સાથે પકડી પાડ્યો છે. આરોપી સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. છેલ્લા એક મહિનામાં પોલીસે ૫૭ ગેરકાયદે હથિયારો ઝડપ્યા છે.

 પાટણ યુનિ. કૌભાંડમાં વધુ એક ધરપકડ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ૨૦૧૮ના MBBS ગુણ સુધારણા કૌભાંડમાં પોલીસે બીજા આરોપી વિદ્યાર્થી રાજદીપ કોડિયાતરની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં ઉત્તરવહીઓ બદલીને નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાયા હતા. કુલ છ આરોપીઓ પૈકી અગાઉ ડૉ. કનુ ચૌધરીની પણ ધરપકડ થઈ ચૂકી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News