Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Russia's attack on Ukraine, Shaktiman flares up on 'cockroach', red alert for rain in 6 districts of Gujarat

VIDEO: EVENING BULLETIN / યુક્રેન પર રશિયાનો હુમલો, 'કોકરોચ' પર ભડક્યો શક્તિમાન, ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકામાં ફાઈટર જેટ ક્રેશ

App Store

અમેરિકાના સેન ડિયેગોમાં મોટી વિમાન દુર્ઘટના! F-35B સ્ટીલ્થ ફાઈટર જેટ ક્રેશ થતાં અફરાતફરી મચી ગઈ છે, જોકે પાયલટ સમયસર ઈજેક્ટ થઈ જતાં તેનો આબાદ બચાવ થયો છે.

યુક્રેન પર રશિયાનો હુમલો

યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો ભયાનક હુમલો! બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનમારો કરીને ઈમારતોને નિશાન બનાવાતાં ૯ લોકોના મોત થયા છે અને ૨૨થી વધુ ઘાયલ થયા છે.

પેપર લીક કરનારાઓ સામે કડક સજાની મંજૂરી

પેપર લીક વિરોધી કડક કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી! હવે ૩ મહિનામાં જ કેસનો ચુકાદો આવશે, જ્યારે દોષિતોને ૧૦ વર્ષની જેલ અને ₹૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરાઈ છે.

'કોકરોચ' પર ભડક્યો 'શક્તિમાન'

જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શન પર મુકેશ ખન્ના લાલઘૂમ! કંગના બાદ હવે 'શક્તિમાન' ફેમ મુકેશ ખન્નાએ પણ Gen-Z ની અસભ્ય ભાષાની કડક શબ્દોમાં નિંદા કરી છે.

જંતર-મંતર વિવાદ પર કંગના રનૌતનો આક્રોશ

પીએમ મોદી સામે અભદ્ર ભાષા વાપરનાર ટીનેજરના માફીના વીડિયો પર કંગના રનૌતની પ્રતિક્રિયા! બાળકો રાજકીય રીતે ભ્રમિત થવા પર કંગનાએ તેમના ઉછેર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા.

ગુજરાતના ૬ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

ગુજરાતમાં ૪ સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ૬ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ ઍલર્ટ'! સુરેન્દ્રનગરમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

અંજારમાં કોંગ્રેસ નેતા પર હુમલો

અંજારમાં કોંગ્રેસના જિલ્લા મંત્રી દિનેશભાઈ  પર ભૂ-માફિયાઓનો જીવલેણ હુમલો! ઘાતક હથિયારોથી હુમલો કરી લૂંટ ચલાવાતાં CCTV વાયરલ થતાં જ રાજકારણ ગરમાયું છે.