Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Ebola virus outbreak in Congo, school-colleges holiday in Ahmedabad tomorrow, clashes in Manjalpur by-election

VIDEO: EVENING BULLETIN / કોંગોમાં ઈબોલા વાઈરસનો હાહાકાર, આવતીકાલે અમદાવાદમાં શાળાઓ-કોલેજોમાં રજા, માંજલપુર પેટા ચૂંટણીમાં મારામારી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પેલેટ ગન મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

App Store

જંતર મંતર પ્રદર્શનમાં મેટાલિક પેલેટ ગન વાપરવાના આક્ષેપ પર સુપ્રીમ કોર્ટ સખત! સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર પાસે બળપ્રયોગના સ્ટેન્ડિંગ ઓર્ડર અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અંગે જવાબ માંગ્યો છે

કોંગોમાં ઈબોલા વાઈરસનો હાહાકાર

"આફ્રિકી દેશ કોંગોમાં ઈબોલા વાઈરસનો ભયાનક આતંક! વાઈરસના ઝડપી ફેલાવાથી 24 કલાકમાં 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સ્થિતિ અત્યંત ગંભીર બનતાં સંયુક્ત રાષ્ટ્રે (UN) વૈશ્વિક સમુદાય પાસે તાત્કાલિક રાહત મદદની અપીલ કરી છે.

ઈરાન-ચીન વચ્ચે મોટો સૈન્ય વ્યવહાર?

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ચોંકાવનારો દાવો! ચીને પાકિસ્તાન મારફતે ઈરાનને 400 રોકેટ લોંચર સપ્લાય કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલો પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં આ ઘટનાને ભારે ચોંકાવનારી ગણાવી છે.

તમિલનાડુમાં નવા રાજકીય એંધાણ

તમિલનાડુના રાજકારણમાં મોટો ધમાકો થવાના એંધાણ! DMKમાં ઉપેક્ષાથી નારાજ પૂર્વ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ પક્ષ છોડી શકે છે. અહેવાલો મુજબ, પન્નીરસેલ્વમ તેમના પુત્ર સાથે સાઉથ સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK માં જોડાવાની તૈયારીમાં છે.

અમદાવાદમાં શાળાઓ-કોલેજોમાં રજા

અમદાવાદવાસીઓ માટે મહત્વના સમાચાર! શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી કલેક્ટરે 31મી જુલાઈએ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.

માંજલપુર પેટા ચૂંટણીમાં મારામારી

વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં ભારે બબાલ! મતદાન મથક બહાર ઢોલ-નગારા અને પ્રચાર મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને જોરદાર મારામારી થઈ હતી."

સુરત ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સખત સુનાવણી! હાઈકોર્ટે તપાસ નિષ્પક્ષ થશે કે કેમ તે અંગે મનપા કમિશનરની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે સમગ્ર મામલે કમિટી બનાવી 60 દિવસમાં તપાસ રિપોર્ટ આપવાની ખાતરી આપી છે.