Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Ukraine attack on Iranian ship in Caspian Sea, Trump ordered to stop attacks on Iran, more than 10 crude houses collapsed in Surendranagar

VIDEO: EVENING BULLETIN / કેસ્પિયન સાગરમાં ઈરાની જહાજ પર યુક્રેનનો હુમલો,ટ્રમ્પે ઈરાન પર હુમલાઓ રોકવાનો આદેશ આપ્યો, સુરેન્દ્રનગરમાં 10થી વધુ કાચા મકાન ધરાશાયી

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેસ્પિયન સાગરમાં ઈરાની જહાજ પર યુક્રેનનો હુમલો

App Store

કેસ્પિયન સાગરમાં ઈરાનના વેપારી જહાજ પર યુક્રેને હુમલો કર્યો. ઈરાની વિદેશ મંત્રાલયે ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરીને યોગ્ય સમયે વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજિત દીપકેનો વીડિયો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPએ જંતર-મંતર ખાલી કર્યું! અભિજિત દીપકેએ વીડિયો પોસ્ટ કરી કહ્યું— 37 દિવસના સંઘર્ષ પછી આજે શાંતિની ઊંઘ આવી છે. આ અંત નથી, પણ પાર્ટીની સાચી શરૂઆત છે!

ટ્રમ્પે ઈરાન પર હુમલાઓ રોકવાનો આદેશ આપ્યો

ઈરાન પર સતત 13 દિવસ સુધી બોમ્બમારો કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક નવા હુમલાઓ રોકવાનો આદેશ આપ્યો છે! શુક્રવારે વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ ટ્રમ્પે લશ્કરના નવા અટેક પ્લાનને મંજૂરી આપવાની ના પાડી દીધી.

રાહુલ ગાંધીનો અમિત શાહને પત્ર

વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી આક્રમક બન્યા છે! કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સવાલ પૂછ્યો— શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા માસૂમ છાત્રો પર લાઠીઓ વરસાવવાનો આદેશ કોણે આપ્યો હતો?

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજસ્થાનની સિસ્ટમથી વરસાદ બાદ હવે 30 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. 

મેયર હિતેશ બારોટ સામે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત

અમદાવાદના બોપલ અને શેલામાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ભરાયા! ત્રણ દિવસથી ઘરમાં કેદ રહી કંટાળેલા લોકોએ મુલાકાતે પહોંચેલા મેયર હિતેશ બારોટનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆતો કરી હતી.

સુરેન્દ્રનગરમાં 10થી વધુ કાચા મકાન ધરાશાયી

સુરેન્દ્રનગરના ભાસ્કરપરામાં ભારે વરસાદે તબાહી મચાવી! 10થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા. હોનારત બાદ પણ તંત્રનો કોઈ અધિકારી કે મદદ ન પહોંચતા 'તંત્ર ઓફિસમાં મસ્ત અને પ્રજા ત્રસ્ત' જેવો ઘાટ સર્જાયો છે