VIDEO: NEWS EVENING/ લંડનની હોટેલમાંથી મળ્યો સાઉદી પ્રિન્સનો મૃતદેહ, કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે બેઠક, અલ નીનો નહીં પણ PDOના કારણે વરસ્યો અતિભારે વરસાદ!
લંડનની લક્ઝરી હોટેલમાંથી મળ્યો સાઉદી પ્રિન્સનો મૃતદેહ!
લંડનની લક્ઝરી હોટેલમાં 29 વર્ષીય સાઉદી પ્રિન્સ અબ્દુલ્લા મૃત મળી આવ્યા છે. ટોક્સિકોલોજી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દારૂ, પાર્ટી ડ્રગ્સ અને દવાઓના જીવલેણ મિશ્રણથી કાર્ડિયાક અરેસ્ટ આવતાં તેમનું મોત થયું હતું. કોર્ટે આ ઘટનાને દુર્ઘટનાપૂર્ણ મોત ગણાવ્યું છે.
NEET વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે બેઠક!
NEET પરીક્ષા વિવાદ અને પેપર લીક અંગે દિલ્હીમાં આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને CJP વચ્ચે બેઠક યોજાઈ. 2 કલાક ચાલેલી ચર્ચામાં CJPએ 3 મુખ્ય માંગણીઓ અને 5 સૂચનો રજૂ કર્યા. સરકારી સમીક્ષા બાદ આવતીકાલે ફરી બેઠક યોજાશે.
સરકારનું ડેમેજ કંટ્રોલ, પેપર લીક સામે મોટો કાયદો!
પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા કેન્દ્ર સરકાર 2024ના કાયદામાં કડક સુધારા લાવી રહી છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ દોષિતોને 5થી 10 વર્ષ સુધીની જેલ અને ₹1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ પણ સ્થપાશે.
કશ્મીરથી ગુજરાત સુધી 'જળ પ્રલય'!
દેશભરમાં મુસળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગુજરાતના નવસારી અને સુરતમાં પૂરના પાણી ભરાયા છે, તો જમ્મુ-કશ્મીર અને ઉત્તરાખંડમાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. મહારાષ્ટ્રમાં ડેમો છલકાતાં NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે.
અલ નીનો નહીં પણ PDOના કારણે વરસ્યો અતિભારે વરસાદ!
ગુજરાતમાં 14 કલાકમાં 400 mmથી વધુ વરસાદ પાછળ અલ નીનો નહીં પણ PDO એટલે કે 'પેસિફિક ડેકાડલ ઓસિલેશન' જવાબદાર છે. હાલ PDO મજબૂત નકારાત્મક તબક્કામાં હોવાથી અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચાઈને રાજ્યમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં વરસાદી આફત વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ પાણીમાં ઉતર્યા!
અમદાવાદમાં મેઘરાજાના વિરામ બાદ પણ બોપલ, મકરબા અને વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ છે. CM ભૂપેન્દ્ર પટેલે પાણીમાં ઉતરી સ્થિતિની સમીક્ષા કરી. બોપલમાં કરોડોના બંગલામાં પાણી ભરાતાં આર્મીએ બોટ દ્વારા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ!
અમદાવાદમાં ભારે વરસાદથી ચાંગોદર પાસે પાણી ભરાતાં બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ કરાયો છે. રોડ પર 6થી 7 ફૂટ પાણી હોવાથી વાહનો અટવાયા છે. તંત્રે વાહનચાલકો માટે વેજલકા એક્સપ્રેસવે અને વિરમગામ તરફના ડાયવર્ઝન રૂટ જાહેર કર્યા છે.
અમદાવાદમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર!
અમદાવાદમાં ધોધમાર વરસાદથી એરપોર્ટ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાતાં 1,000 વિદ્યાર્થિનીઓ ફસાઈ છે. મકરબામાં ગટરના પાણી ઘરોમાં ઘૂસતાં લોકો શાળામાં આશ્રય લેવા મજબૂર બન્યા છે, જ્યારે બોપલમાં આર્મી બોટ દ્વારા રેસ્ક્યૂ હાથ ધરાયું છે.

