VIDEO: NEWS AFTERNOON/ ટ્રમ્પનો ભારત સહિત 60 દેશોને આંચકો, "અનશન પૂરું થયું, આંદોલન નહીં!", ગુજરાતમાં જળબંબાકાર!
ટ્રમ્પનો ભારત સહિત 60 દેશોને આંચકો!
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે બંધુઆ મજૂરીનો આરોપ મૂકી ભારત સહિત ૬૦ દેશો પર ૧૦% થી ૧૨.૫% નો નવો ઇમ્પોર્ટ ટેરિફ ઝીંક્યો છે. ૧૯૭૪ના ટ્રેડ એક્ટ હેઠળ લેવાયેલા આ કડક નિર્ણય સામે વિશ્વભરમાં ભારે રોષ અને વિરોધનો સૂર ઊઠ્યો છે.
મધ્યરાત્રિએ PM મોદીનો વીડિયો સંદેશ!
પેપર લીક મામલે PM મોદીએ મોડી રાત્રે વીડિયો સંદેશ જાહેર કરીને કડક કાર્યવાહીની ખાતરી આપી છે. દોષિતોને સખત સજા અને કેસના ઝડપી ઉકેલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા સંસદના આ સત્રમાં જ નવો કાયદો લાવવાની તૈયારી છે.
સરકાર ઝૂકી: વાંગચુકના 26 દિવસે પારણાં!
NEET પેપર લીક સામે ૨૬ દિવસથી ઉપવાસ પર ઉતરેલા સોનમ વાંગચુકે સરકારની લેખિત ખાતરી બાદ અનશન સમેટ્યા છે. સરકારે વિદ્યાર્થીઓ સામે કેસ ન કરવા અને સંસદમાં ચર્ચા કરવા સહિતની ૩ મુખ્ય માગણીઓ સ્વીકારી લીધી છે.
'અનશન પૂરું થયું, આંદોલન નહીં!'
સરકારના આશ્વાસન બાદ સોનમ વાંગચુકે ૨૬ દિવસે અનશન સમેટ્યા છે. પણ અભિજિત દીપકેએ સ્પષ્ટ કર્યું કે શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી જંતર-મંતર પર આંદોલન ચાલુ રહેશે. સરકારે સંસદમાં ચર્ચા અને પીડિતોને વળતરની ખાતરી આપી છે.
અમદાવાદમાં જળબંબાકાર: AMC કમિશનરે મેળવ્યો સ્થિતિનો તાગ!
અમદાવાદમાં ભારે વરસાદથી બોપલમાં સ્કૂલ બસ ફસાઈ હતી જ્યારે અખબારનગર અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. શહેરભરમાં પાણી ભરાતા AMC કમિશનરે સરખેજ-બોપલની મુલાકાત લઈ કામગીરી ઝડપી કરવા સૂચના આપી છે.
ઉમરગામમાં ૨૨ વર્ષનો રેકોર્ડ તોડ વરસાદ!
ગુજરાતના ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઈંચ વરસાદ ખાબકતા ૨૨ વર્ષમાં દેશમાં સર્વાધિક દૈનિક વરસાદનો રેકોર્ડ સર્જાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ત્રિપલ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ભરૂચ જિલ્લામાં મેઘતાંડવ: રસ્તાઓ બંધ!
ઝઘડિયામાં 5 ઈંચ વરસાદથી ધોલી ડેમ એલર્ટ લેવલે પહોંચ્યો છે અને રાજપારડી સહિતના અનેક માર્ગો બંધ થયા છે. અંકલેશ્વરમાં પણ આમળા ખાડી ઓવરફ્લો થતાં અંકલેશ્વર-હાંસોટ હાઈવે પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
નવસારીમાં પૂરની સ્થિતિ: હર્ષ સંઘવી એક્શનમાં!
નવસારીમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે. CM ભુપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ મંત્રી નરેશ પટેલ પણ ગણદેવીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

