Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : AFTERNOON NEWS / PM's big decision regarding NEET paper leak, politics on Jantar-Mantar violence, Meghraja's explosive batting in Ahmedabad

VIDEO: AFTERNOON NEWS / NEET પેપર લીક મામલે PMનો મોટો નિર્ણય, જંતર-મંતર હિંસા પર રાજકારણ, અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

NEET પેપર લીક મામલે PMનો મોટો નિર્ણય

App Store

NEET પેપર લીક વિવાદ વચ્ચે PM મોદીએ યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. દોષિતોને ઝડપી અને કડકમાં કડક સજા સુનિશ્ચિત કરવા દેશમાં 'ફાસ્ટ ટ્રેક કોર્ટ'ની રચના કરવાનો મહત્વનો આદેશ આપી દેવાયો છે.

 જંતર-મંતર હિંસા પર રાજકારણ

દિલ્હીના જંતર-મંતર પર બુધવારે રાત્રે થયેલા હિંસક પથ્થરમારા બાદ રાજકારણ ગરમાયું છે. CJP પ્રમુખ અભિજીત દીપકેએ હિંસામાં પોતાના કાર્યકરો સામેલ હોવાનો ઇનકાર કરીને સમગ્ર દોષ ભાજપ પર ઢોળ્યો છે.

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. 12મા દિવસે યુએસ સેનાએ ઈરાન પર પ્રચંડ હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. બીજી તરફ, હુથી બળવાખોરોએ રેડ સીમાં સાઉદીના ઓઇલ ટેન્કરો પર મિસાઈલ છોડતાં વૈશ્વિક ઊર્જા સંકટ ઘેરાયું છે.

UNમાં ભારતે પાકિસ્તાનને ઘેર્યું

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. સીમાપાર આતંકવાદને નીતિ બનાવવા બદલ પાકને ઉઘાડું પાડતાં ભારતીય રાજદૂત પાર્વથાનેની હરીશે સ્પષ્ટ કહ્યું કે, 'કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હતું અને રહેશે'.

વિદ્યાર્થી આંદોલન: 'મહારાષ્ટ્ર બંધ'

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં આજે 'મહારાષ્ટ્ર બંધ'નું આહ્વાન કરાયું છે. વંચિત બહુજન આઘાડીના આ બંધને કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને કોચિંગ સેન્ટરોનું પણ સંપૂર્ણ સમર્થન મળ્યું છે."

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. એસ.જી. હાઇવે, થલતેજ અને ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા છે.

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ! વલસાડ અને નવસારીમાં ભારે વરસાદથી આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. વાપી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

રાજકોટમાં શ્રમિકની ઢોરમાર મારી હત્યા

રાજકોટના મઘરવાડા નજીક ચોરીની શંકાએ શ્રમિકની નિર્મમ હત્યાથી ચકચાર મચી છે. 9 લોકોએ બે દિવસ સુધી ઢોરમાર મારતાં શ્રમિકનું મોત નીપજ્યું છે. કુવાડવા પોલીસે ફેક્ટરી માલિકના પુત્ર સહિત 9 સામે ગુનો નોંધ્યો છે.