Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : now there is a crisis on the 'Red Sea', the security around the Parliament building has been tightened, there is a storm in South Gujarat!

VIDEO: NEWS AFTERNOON/ હોર્મુઝ બાદ હવે 'રેડ સી' પર પણ સંકટ, સંસદ ભવન આસપાસ સુરક્ષા કરાઈ કડક, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ!

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હોર્મુઝ બાદ હવે 'લાલ સાગર' પર પણ સંકટ!

App Store

હોર્મુઝ બાદ હવે રેડ સીમાં પણ સંકટ ઘેરાયું છે. યમનના હુથી વિદ્રોહીઓની ધમકી બાદ ભારત અને ચીન આવી રહેલા સાઉદી તેલના ટેન્કરોએ રસ્તામાંથી જ યુ-ટર્ન લીધો છે. રસ્તો બદલાતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 91 ડોલરને પાર પહોંચી ગયા છે.

અમેરિકામાં F-1 વિઝાના નિયમો બદલાયા!

અમેરિકામાં F-1 વિઝાના નિયમો કડક થતાં ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. નવી નીતિ હેઠળ રોકાણની મહત્તમ મર્યાદા ૪ વર્ષ કરાઈ છે અને ગ્રેસ પિરિયડ ઘટાડીને ૩૦ દિવસ કરાયો છે. યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને 15 સપ્ટેમ્બર પહેલાં અમેરિકા પરત ફરવા તાકીદ કરી છે.

સોનમ વાંગચુક સાથે  જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહની હોસ્પિટલમાં મુલાકાત

NEET અને શિક્ષણ સુધારા મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. આ દરમિયાન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે તેમની મુલાકાત લેતાં સરકાર સાથે સર્જાયેલો ગતિરોધ ઉકેલાવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

સંસદ ભવન આસપાસ સુરક્ષા કરાઈ કડક!

દિલ્હીમાં સંસદ ભવન આસપાસ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવાઈ છે. મહત્વપૂર્ણ બેઠકોને પગલે રફી માર્ગ સહિતના રસ્તાઓ પર ભારે બેરિકેડિંગ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક તપાસ સાથે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: શાળાઓ બંધ, હાઈવે અને રેલ વ્યવહાર ઠપ્પ!

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કપરાડામાં ૧૬ ઈંચ વરસાદથી મધુબન ડેમના દરવાજા ખોલાયા છે, જ્યારે વલસાડમાં શાળા-કોલેજો બંધ રાખવા આદેશ કરાયો છે. NH-48 પર ટ્રાફિક જામ અને ઉદવાડા પાસે ટ્રેક ધોવાતાં રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

ડાંગમાં રેડ એલર્ટ, નદીઓ બે કાંઠે અને સુરતમાં અકસ્માત

ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતાં રસ્તાઓ બંધ થયા છે અને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બીજી તરફ, સુરતના સરથાણામાં બિસ્માર રસ્તાને કારણે બાઈક સ્લિપ થતાં યુવકના પગમાં લોખંડનો સળિયો ઘૂસી જતાં તંત્ર સામે વિરોધ ફાટી નીકળ્યો છે.

જંગલેશ્વર ડીમોલેશન કૌભાંડની તપાસ સમિતિના અધ્યક્ષની બદલી!

રાજકોટ મનપાના જંગલેશ્વર VIP ડીમોલેશન બિલ કૌભાંડની તપાસ કરી રહેલા PGVCLના MD કેતન જોશીની અચાનક બદલી કરાતાં ચર્ચા જાગી છે. તપાસ સમિતિના અધ્યક્ષ બદલાતાં હવે આ સમગ્ર કૌભાંડ પર ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

આયુર્વેદિક કોલેજના સંચાલકો સામે ગંભીર આક્ષેપો!

સુરેન્દ્રનગરની સિદ્ધેશ્વર હનુમાન આયુર્વેદિક કોલેજના સંચાલકો સામે ગંભીર આક્ષેપો થયા છે. રાજકોટની વિદ્યાર્થીનીના ડોક્યુમેન્ટ્સ અટકાવી ભણ્યા વગર જ 25 લાખ માંગવામાં આવતાં વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનું વર્ષ બગડતાં પરિવારે મુખ્યમંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે.