Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Rahul Gandhi Meets Aggressive, Injured Demonstrators On Lathi Charge On Students J.P. Red alert for rain in Nadda, Gujarat

VIDEO: EVENING BULLETIN / વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે રાહુલ ગાંધી આક્રમક, ઇજાગ્રસ્ત પ્રદર્શનકારીઓને મળ્યા જે.પી. નડ્ડા, ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇજાગ્રસ્ત પ્રદર્શનકારીઓને મળ્યા જે.પી. નડ્ડા

App Store

દિલ્હીમાં CJPના પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પોલીસકર્મીઓ અને યુવાનોને મળવા જે.પી. નડ્ડા RML હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટરો સાથે સારવાર અંગે સમીક્ષા કરી હતી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે રાહુલ ગાંધી આક્રમક

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે. તેમણે આ ઘટનાને 'અન-ઈન્ડિયન' ગણાવી PM મોદી પાસે માફીની માગ કરી છે.

 ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર

ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 50% ટેરિફ ઝીંકીને વૈશ્વિક ટ્રેડ વૉર વધાર્યું છે. દારૂ, કાર અને ફર્નિચર જેવી આયાતી વસ્તુઓ પરનો આ નવો ટેક્સ આગામી 19 ઓગસ્ટથી અમલી બનશે."

ઈરાનમાં અમેરિકાની એરસ્ટ્રાઈક

ઈરાન પર અમેરિકાએ સતત 10મી રાત્રે એરસ્ટ્રાઈક ચાલુ રાખી છે. ટ્રમ્પની કડક ચેતવણી અને તણાવ વધતાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ $88ને પાર પહોંચી ગયું છે.

શંભૂ બોર્ડરથી પરત ફરવા લાગ્યા ખેડૂતો

ભારત-અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના વિરોધમાં દિલ્હી કૂચ કરી રહેલા પંજાબના ખેડૂતોનું આંદોલન સમેટી લેવાયું છે. સરકારે ખેડૂતોની બે મુખ્ય માગણીઓ સ્વીકારી લેતાં શંભૂ અને કુંડલી બોર્ડરથી ખેડૂતોએ પરત ફરવાનું શરૂ કર્યું છે.

ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, મેગા સર્ચ ઓપરેશન

જૈશ-એ-મોહમ્મદનું મોડ્યુલ પકડાતાં ગુજરાત પોલીસે રાજ્યભરમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શંકાસ્પદ મદરેસાઓ અને સોશિયલ મીડિયા નેટવર્ક પર દરોડા પાડી તપાસ તેજ કરાઈ છે."

અમદાવાદમાં દીપડાની દહેશત

અમદાવાદમાં બોપલ-ઘુમા બાદ હવે ૨૬ કિમી દૂર ઝુંડાલ-ચાંદખેડામાં દીપડો દેખાતાં ફાફડાટ વ્યાપ્યો છે. લોકેશન બદલાતાં વનવિભાગની ટીમો દોડતી થઈ છે.

રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ

રાજ્યમાં બે દિવસ અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ'! નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને ૩ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.