VIDEO: NEWS EVENING/ ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ લોન્ચ, અભિષેક બેનર્જીની ઑફિસ પર ચાલ્યું બુલડોઝર, કચ્છના અબડાસામાં વહીવટી તંત્રનું બુલડોઝર એક્શન!
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ લોન્ચ!
ભારતીય સ્પેસ સેક્ટરમાં આજે ઇતિહાસ રચાયો છે! સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે. 'મિશન આગમન' હેઠળ ૪ પેલોડ લઈને રોકેટે અવકાશમાં સફળ ઉડાન ભરી છે, જેને પગલે પીએમ મોદીએ ટીમને અભિનંદન પાઠવ્યા છે!
અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર!
અમેરિકામાં કુદરતે કહેર વર્તાવ્યો છે! ટેક્સાસમાં ભારે વરસાદથી પૂરની તબાહી, ૧૫ રાજ્યોના જંગલોમાં બેકાબૂ દાવાનળ અને કેનેડાની આગના ઝેરી ધુમ્મસે દેશને ઘેરી લીધો છે. ૧૦ કરોડથી વધુ લોકો આ આપત્તિઓથી પ્રભાવિત થયા છે અને વૈજ્ઞાનિકોએ તેને ગ્લોબલ વોર્મિંગની ગંભીર ચેતવણી ગણાવી છે!
અભિષેક બેનર્જીની 5 માળની ઑફિસ પર ચાલ્યું બુલડોઝર!
TMC નેતા અભિષેક બેનર્જીની પાંચ માળની ઑફિસ પર પ્રશાસને મોટું બુલડોઝર એક્શન લીધું છે! કોઈ પણ મંજૂરી કે માન્ય દસ્તાવેજો વિના બનેલી આ ઇમારતને તોડવા ૩ JCB તહેનાત કરાયા છે. ઘટનાસ્થળે ભારે વિરોધ અને રાજકીય તણાવને જોતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે!
આજથી 1 મહિના સુધી આકાશમાં થશે ઉલ્કાવર્ષા!
"અવકાશપ્રેમીઓ માટે ખુશખબર! આજથી ૨૧ ઓગસ્ટ સુધી આકાશમાં અદ્ભુત 'ડેલ્ટા-એકવેરીફુસ' ઉલ્કાવર્ષા જોવા મળશે. આ દરમિયાન પ્રતિ કલાકે ૧૫થી ૨૦ ખરતા તારા નરી આંખે જોઈ શકાશે. ખાસ કરીને ૨૯થી ૩૧ જુલાઈ વચ્ચે આ નજારો ચરમસીમાએ હશે, બસ આકાશ સ્વચ્છ હોવું જરૂરી છે!
મહેસાણા મનપામાં લાખોનું મોટું કૌભાંડ?
"મહેસાણા મનપામાં ચા-નાસ્તાના કોન્ટ્રાક્ટમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપોથી હડકંપ મચ્યો છે! વાર્ષિક ૫ લાખના કોન્ટ્રાક્ટ સામે સત્તાધીશોએ ૧૨ લાખ ચૂકવી દીધાનો વિપક્ષનો આરોપ છે. ડેમેજ કંટ્રોલ કરવા તંત્રએ સહી-સિક્કા વગરનું શંકાસ્પદ લિસ્ટ જાહેર કરતાં વિવાદ વધુ ઘેરાયો છે!
કચ્છના અબડાસામાં વહીવટી તંત્રનું બુલડોઝર એક્શન!
"કચ્છના અબડાસામાં નલિયા-કોઠારા હાઇવે પર તંત્રએ મોટી બુલડોઝર ઝુંબેશ શરૂ કરી છે! ટ્રાફિકને નડતરરૂપ એવા ૫૧ જેટલા ગેરકાયદેસર કાચા-પાકા દબાણોને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા છે. હાઇવેને ખુલ્લો અને સલામત કરવા આગામી દિવસોમાં પણ આ કડક કાર્યવાહી ચાલુ રહેશે!
મહેસાણાની કુખ્યાત ગેંગ સામે 'ગુજસીટોક'!
મહેસાણાના કડીમાં આતંક મચાવનાર કુખ્યાત જયેશ રબારી ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય સૂત્રધાર જયેશ અને દેવા રબારી પર રૂ. ૩ કરોડની ખંડણી, ખૂન અને વ્યાજખોરી જેવા ગંભીર કેસ છે. પોલીસના આ કડક એક્શનથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે!
મોબાઈલની દુકાનમાંથી ૨૦ લાખના મુદ્દામાલની લૂંટ!
"વડોદરાના આજવા રોડ પર આવેલી એક મોબાઈલ દુકાનનું શટર તોડી તસ્કરો ૨૦ લાખથી વધુના ૫૦ કિંમતી ફોન અને રોકડ ચોરી ફરાર થઈ ગયા છે. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે!

