Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Dipke on hunger strike after Sonam Wangchuk's detention, Indians in crisis due to Trump's decision, 5 people died in one house in Raipur!

VIDEO: NEWS AFTERNOON/ સોનમ વાંગચુકની અટકાયત બાદ દીપકે અનશન પર, ટ્રમ્પનો નિર્ણયથી 1.5 લાખ ભારતીયો સંકટમાં, રાયપુરમાં એક જ ઘરના 5 લોકોના મોત!

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોનમ વાંગચુકની અટકાયત બાદ દીપકે અનશન પર!

App Store

"દિલ્હીના જંતર-મંતર પર ભારે તણાવની સ્થિતિ છે! ૨૦ દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે બળજબરીપૂર્વક હટાવી હોસ્પિટલ ખસેડ્યા છે. આ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકેએ પોલીસ પર મારપીટનો આક્ષેપ કર્યો છે અને માઇગ્રેનની બીમારી હોવા છતાં વાંગચુકની જગ્યાએ પોતે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અને ભીડ સતત વધી રહ્યા છે!

US-Iran વચ્ચે મહાયુદ્ધ, હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો ભડકે બળ્યા!

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે! ઈરાને અમેરિકાનું ૨૮૪ કરોડનું ડ્રોન તોડી પાડ્યું છે અને યુએસ સૈન્ય મથકો પર મિસાઈલ એટેક કર્યા છે. સામે અમેરિકાએ પણ ઈરાનના અનેક શહેરો પર ભીષણ બોમ્બમારો કર્યો છે. હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કરો ભડકે બળતા વૈશ્વિક તેલ બજાર ખોરવાઈ ગયું છે!

ટ્રમ્પનો નિર્ણયથી ૧.૫ લાખ ભારતીયો સંકટમાં!

"અમેરિકામાં વસતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર છે! રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રવાસી ટ્રક ડ્રાઇવરોને હટાવી તેમની જગ્યાએ અમેરિકન નિવૃત્ત સૈનિકોને નોકરી આપવાનો વિવાદિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પના આ નવા પ્લાનથી અમેરિકામાં રહેતા પંજાબ અને હરિયાણા મૂળના અંદાજે દોઢ લાખ ડ્રાઇવરોની નોકરી પર મોટું સંકટ આવી ગયું છે!

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર LoC પર ભારે ગોળીબાર!

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની સેનાએ મોડી રાત્રે ભારે ગોળીબાર કર્યો છે. આતંકીઓની ઘૂસણખોરી કરાવવાના પાકિસ્તાની પેંતરા સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. 'ઓપરેશન સિંદૂર' બાદ થયેલા આ મોટા ફાયરિંગ પછી સરહદ પર સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે!

રાયપુરમાં એક જ ઘરના 5 લોકોના મોત!

"છત્તીસગઢના રાયપુરમાં એક જ પરિવારના 5 સભ્યોના રહસ્યમય મોતથી ખળભળાટ મચી ગયો છે. ઘટનાસ્થળેથી મળેલી રહસ્યમય ચિઠ્ઠીએ સસ્પેન્સ વધાર્યું છે. સ્થાનિકોના મતે આર્થિક તંગી અને લેણદારોના ત્રાસના કારણે પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની આશંકા છે!

ઝઝામમાં નર્મદા કેનાલનું કામ શરૂ!

"પાટણના સાંતલપુર નજીક નર્મદા કેનાલના તૂટેલા સ્લેબનો મુદ્દો GSTVએ ઉઠાવ્યા બાદ તંત્ર જાગ્યું છે! ૧૨ જુલાઈના અહેવાલ પછી હાલ કેનાલ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું છે. ટૂંક સમયમાં પાણી ફરી છોડાશે, જેથી સ્થાનિક ખેડૂતોમાં રાહત છે!

મોરબીમાં સ્કૂલ બસનો ભયાનક અકસ્માત!

"મોરબીના હળવદમાં ચરાડવા નજીક વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ આગળ ચાલતા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ! અકસ્માતમાં ૮ બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૨ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકોને મોરબી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સાયલા-સુદામડા રોડ પર ડમ્પર પલટ્યું!

"સુરેન્દ્રનગરના સાયલામાં બે ડમ્પર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. ઓવરલોડ ડમ્પર રસ્તા વચ્ચે પલટી જતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિકોએ બેફામ દોડતા અને વિના લાયસન્સના ડમ્પર ચાલકો સામે રોષ ઠાલવ્યો છે, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી છે!