Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Iran's ultimatum to America, fear of a great war, Sonam Wangchuk's refusal of treatment, Meghmeher in Gujarat!

VIDEO: NEWS AFTERNOON/ ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ, મહાયુદ્ધનો ભય, સોનમ વાંગચુકે સારવારનો ઈનકાર, ગુજરાતમાં મેઘમહેર, આગામી 6 દિવસ આગાહી!

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ, મહાયુદ્ધનો ભય!

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો યુએસ હુમલા બંધ નહીં કરે, તો તે ગમે ત્યારે 'આર-પારનો જંગ' શરૂ કરશે. મિડલ ઈસ્ટમાં હવે મહાયુદ્ધનો ભય ઊભો થયો છે.

"અમારા હાથમાં બ્લેડ અને તમારું ગળું ..." ઈરાનમાં મોટો હોબાળો!

અમેરિકા સાથે યુદ્ધવિરામ બાદ ઈરાનમાં આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. કટ્ટરપંથીઓએ રાષ્ટ્રપતિ પેઝેશકિયાન પર તખ્તાપલટનો આરોપ લગાવી જાનથી મારવાની ધમકી આપી છે. નવા સુપ્રીમ લીડરની રહસ્યમય ગેરહાજરી વચ્ચે દેશમાં ગૃહયુદ્ધનો મોટો ભય ઊભો થયો છે.

સોનમ વાંગચુક હોસ્પિટલમાં, સારવારનો ઈનકાર!

NEET વિવાદ મુદ્દે ૨૧ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકની તબિયત લથડતાં પોલીસે તેમને બળજબરી પૂર્વક  સફદરજંગ હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે, ગંભીર ડિહાઈડ્રેશન છતાં વાંગચુક અને તેમના પરિવારે પ્રકારની મેડિકલ સારવાર લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

અમદાવાદમાં આગ દુર્ઘટના, વળતર સામે રોષ!

અમદાવાદ આગ દુર્ઘટનામાં 9 લોકોના મોત બાદ સરકાર સામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પીએમ અને રાજ્ય સરકારે વળતર તો જાહેર કર્યું, પણ સવાલ એ ઉભો થાય છે કે ભ્રષ્ટ તંત્રના પાપે ગયેલા નિર્દોષ લોકોના જીવની કિંમત માત્ર 6 લાખ રૂપિયા?

ગુજરાતમાં મેઘમહેર, આગામી ૬ દિવસ આગાહી!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમદાવાદ અને નવસારી સહિત ૮૨ તાલુકાઓમાં વરસાદથી ઠંડક પ્રસરી છે, જ્યારે હવામાન વિભાગે આગામી ૨૪ જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

પાટણમાં SOGની તવાઈ, ૬ બોગસ ડોક્ટરો ઝડપાયા!

પાટણના સિદ્ધપુર અને સરસ્વતી પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ૬ બોગસ ડોક્ટરોને SOGએ ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન ક્લિનિકમાંથી ૬૧ હજારની ગેરકાયદેસર દવાઓ અને સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પાટણ પાલિકામાં હંગામો, ચીફ ઓફિસરની જોહુકમી!

પાટણમાં ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા યુવકો પર મહિલા ચીફ ઓફિસર ગુસ્સે ભરાયા હતા. વીડિયો ઉતારતા યુવક સાથે ઝપાઝપી કરી તેનો મોબાઈલ જમીન પર પછાડી દેતાં પાલિકા પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ચોટીલા નજીક હથિયારો સાથે ઝડપાયો આરોપી

રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયની સ્પેશિયલ ટીમે ચોટીલા પાસે ફોર્ચ્યુનર કારમાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે નૃપેન્દ્ર પટગીર નામના શખ્સની ધરપકડ કરી ગુનાહિત કાવતરા અંગે વધુ તપાસ હાથ ધરી છે.